________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭૮
રત્નકરણ્ડક શ્રાવકાચાર [ભગવાનશ્રીકુંદકુંદदोर्षाद्भावना कृता। तस्मिन् प्रसिद्धिं गते सा नीली देवाग्रे संन्यासं गृहीत्वा कायोत्सर्गेण स्थिता, दोषोत्तारे भोजनादौ प्रवृत्तिर्मम नान्यथेति। ततः क्षुमितनगरदेवतया आगत्य रात्रौ सा भणिता-हे महासति! मा प्राणत्यागमेवं कुरु , अहं राज्ञः प्रधानानां पुरजनस्य स्वप्नं ददामि। लग्ना यथा नगरप्रतोल्यः कीलिता महासतीवामचरणेन संस्पृश्य उद्धटिष्यन्यतीति। ताश्च प्रभाते भवच्चरणं स्पृष्ट्वा एवं वा उद्घटिष्यन्तीति पादेन प्रतोलीस्पर्श कुर्यास्त्वमिति भणित्वा राजादीनां तथा स्वप्नं दर्शयित्वा प्रत्तनप्रतोली: कीलित्वा स्थिता सा नगरदेवता। प्रभाते कीलिताः प्रतोलीदृष्ट्वा राजादिभिस्तं स्वप्नं स्मृत्वा नगरस्त्रीचरणताडनं प्रतोलीनां कारितं। न चैकापि प्रतोली कयाचिदप्युद्धटिता। सर्वासां पश्चान्नीली तत्रोत्क्षिप्य नीता। तच्चरणस्पर्शात् सर्वा अप्युद्धटिताः प्रतोल्यः, निर्दोषा राजादिपूजिता च नीली जाता चतुर्थाणुव्रतस्य।
परिग्रहविरत्यणुव्रताज्जयः पूजातिशयं प्राप्तः। (વ્યભિચારનો) જૂઠો આરોપ મૂક્યો, તે જાહેર થતાં તે નીલી જિનેન્દ્રદેવની આગળ “દોષ દૂર થશે તો હું ભોજનાદિમાં પ્રવૃત્તિ કરીશ, નહિ તો નહિ” એમ બોલીને ( પ્રતિજ્ઞા કરીને) કાયોત્સર્ગે બેઠી. પછી ક્ષોભ પામેલા નગરદેવતાએ રાત્રે આવીને તેને કહ્યું: “હે મહાસતી, આ રીતે પ્રાણત્યાગ ન કર. હું રાજાને, પ્રધાનોને અને પુરજનોને સ્વપ્ન દઉં છું કે બંધ થઈ ગયેલા નગરના દરવાજા મહાસતીના ડાબા ચરણસ્પર્શથી ખૂલશે, અને તે (દરવાજા) પ્રભાતમાં તમારા ચરણના સ્પર્શથી ખૂલશે, માટે તમે પાદથી દરવાજાનો સ્પર્શ કરજો.”
એમ કહીને રાજા વગેરેને તેવું સ્વપ્ન દઈને તે નગરદેવતાએ નગરના દરવાજા બંધ કરી દીધા. પ્રભાતમાં બંધ થઈ ગયેલા દરવાજા જોઈને રાજા વગેરેને તે સ્વપ્ન યાદ આવ્યું અને નગરની સ્ત્રીઓના ચરણથી દરવાજાઓનું તાડન કરાવરાવ્યું, પરંતુ કોઈ પણ દરવાજો કોઈથી ઊઘડ્યો નહિ. બધાની પછી નીલીને ઊંચકીને ત્યાં લાવ્યા, તેના ચરણસ્પર્શથી બધા દરવાજા ખૂલી ગયા, અને નિર્દોષ નીલીનો રાજાદિએ પૂજાસત્કાર કર્યો.
ચતુર્થ અણુવ્રતની આ કથા છે. ૪. પરિગ્રહવિરતિ અણુવ્રતના પ્રભાવથી જયકુમાર અતિશય સત્કાર પામ્યો.
१. ‘ताश्च प्रभाते। २. भवच्चरणं स्पृष्ट्वा एवं व तद्धटिष्यन्तीति' इति पङ्क्तिः घ पुस्तके नास्ति।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com