________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કાનજૈનશાસ્ત્રમાળા] રત્નકરણ્ડક શ્રાવકાચાર
૧૭૭ मपि निषिद्वं, एवं वंचने जाते भणितं जिनदत्तेन-इयं मम न जाता कुपादौ वा पतिता यमेन वा नीता इति। नीली च श्वशुरगृहे भर्तुः वल्लभा भिन्न्गृहे जिनधर्ममनुतिष्ठन्ती तिष्ठति। दर्शनात् संसर्गाद्वचनधर्मदेवाकर्णनाद्वा कालेनेयं बुद्धभक्ता भविष्यतीति पर्यालोच्य समुद्रदत्तेन भणिता-नीली-पुत्रि! ज्ञानिनां वन्दकानामस्मदर्थंभोजनं देहि। ततस्तया वन्दकानामामंत्र्याहूय च तेषामेकैका प्राणहितातिपिष्टा संस्कार्य तेषामेव भोक्तुं दत्ता। तैभोजनं भुक्त्वा गछद्भिः पुष्ट-क्व प्राणहिताः ? तयोक्तं भवन्त एव ज्ञानेन जानन्तु यत्र तास्तिष्ठन्ति, यदि पुनर्ज्ञानं नास्ति तदा क्मनं कुर्वन्तु भवतामुदरे प्राणहितास्तिष्ठन्तीति। एवं वमने कृते दृष्टानि प्राणहिताखण्डानि। ततो रुष्टश्च श्वशुरपक्षजनः। ततः सागरदत्तभगिन्या कोपात्तस्या असत्यपरपुरुषથયા. નીલીને તેના પિતાના ઘેર જવાની પણ મનાઈ કરવામાં આવી. આ રીતે ઠગાઈ થતાં જિનદત્તે કહ્યું:
“આ મારી પુત્રી જ નથી અથવા કૂવાદિમાં પડી છે, અથવા યમ તેને ઉપાડી ગયો છે. (મરી ગઈ છે.) ”
નીલી પોતાના પતિને વાલી હતી તેથી સસરાને ઘેર જુદાં ઘરમાં જિનધર્મનું આચરણ કરતી હતી.
બૌદ્ધ સાધુઓનાં દર્શનથી, સમાગમથી, તેમનાં વચન, ધર્મ અને દેવનાં નામ સાંભળવાથી કોઈ કાલે આ બુદ્ધની ભક્ત થશે એમ વિચાર કરીને સમુદ્રદત્તે નીલીને કહ્યું:
પુત્રી, જ્ઞાની બૌદ્ધ સાધુઓને આપણી વતી ભોજન આપો.”
પછી તેણે બૌદ્ધ સાધુઓને આમંત્રી બોલાવ્યા અને તેમની એક એક જૂતીને બારીક પીસીને અને સંસ્કારીને (વઘારીને) તેમને જ ખાવા આપી. ભોજન કરીને જ્યારે તેઓ જવા લાગ્યા ત્યારે તેમણે પૂછયું: “અમારી) જૂતીઓ ક્યાં છે?”
તેણે નીલીએ કહ્યું: “આપ જ જ્ઞાનથી જાણી લો કે તે ક્યાં છે? જો જ્ઞાન ન હોય તો આપ વમન (ઊલટી) કરો, આપની જૂતીઓ આપના પેટમાં છે.”
એ રીતે વમન કરવામાં આવ્યું અને તેમાં જૂતીઓના કકડા જોવામાં આવ્યા. તેથી શ્વસુરપક્ષનાં માણસો રોષે ભરાયા.
પછી સાગરદત્તની બહેને કોપને લીધે તેના ઉપર પરપુરુષ સાથેના દોષનો
૬. વિભિન્ન
૨. મૃET TT TT ના૨ સર્વત્રી
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com