________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા] રત્નકરડક શ્રાવકાચાર
૧૭૩ नवखण्डं कारयेति। ततस्तं कुमारं मारणस्थानं नीत्वा' मातङ्गमानेतुं ये गताः पुरुषास्तान् विलोक्य मातङ्गेनोक्तं प्रिये! मातङ्गो ग्रामं गत इति कथय त्वमेतेषामित्युक्त्वा गृहकोणे प्रच्छन्नो भूत्वा स्थितः। तलारैश्चाकारिते मातङ्गे कथितं मातंग्या सोऽद्य ग्रामं गतः। भणितं च तलारैः स पायोऽपुण्यवानद्य ग्रामं गतः कुमारमारणात्तस्य बहुसुवर्णरत्नादिलाभो भवेत्। तेषां वचनमाकर्ण्य द्रव्यलुब्धया तया हस्तसंज्ञया स दर्शितो ग्रामं गत इति पुन: पुनर्भणन्त्या। ततस्तैस्तं गृहान्निःसार्य तस्य मारणार्थं स कुमार: समर्पितः। तेनोक्तं नाहमद्य चतुर्दशीदिने जीवधातं करोमि। ततस्तलारैः स नीत्वा राज्ञः कथितः, देव! अयं राजकुमारं न मारयति। तेन च राज्ञः कथितं सर्पदष्टो मृतः स्मशाने निक्षिप्तः सर्वौषधिमुनिशरीरस्य' वायुना पुनर्जीवितोऽहं
પછી તે કુમારને વધસ્થાને લઈ જઈને ચાંડાલને બોલાવા જે પુરુષો ગયા હતા તેમને જોઈને ચાંડાલે પોતાની સ્ત્રીને કહ્યું
“પ્રિયે! ચાંડાલ ગામ ગયો છે-એવું તું તેમને કહેજે.” એમ બોલીને તે ઘરના ખૂણે છૂપાઈ રહ્યો. જ્યારે કોટવાળોએ માતંગને બોલાવ્યો ત્યારે ચાંડાલણીએ કહ્યું: “તે આજે ગામ ગયો છે.”
કોટવાળોએ કહ્યું: “તે પાપી પુણહીન છે કે તે આજે ગામ ગયો, કારણકે કુમારના વધથી તેને બહુ સુવર્ણ-રત્નાદિના લાભ થાત.
તેમનું બોલવું સાંભળીને, દ્રવ્યના લોભથી તેણે (ચાંડાલણીએ) ચાંડાલની બીકથી તે ગામ ગયો છે,” એમ વારંવાર બોલીને, હાથના ઈશારાથી તેને (ચાંડાલને) બતાવ્યો. પછી તેમણે (કોટવાળોએ) તેને ઘર બહાર કાઢીને, મારવા માટે તે કુમારને તેને સોંપ્યો.
તેણે (માતંગે ) કહ્યું: “આજે ચૌદશના દિવસે હું જીવનો ઘાત કરીશ નહિ.” પછી કોટવાલોએ તેને રાજા પાસે લઈ જઈને કહ્યું: “દેવ! આ રાજકુમારને મારતો
નથી ?
તેણે (ચાંડાળે ) રાજાને કહ્યું : “સર્પદંશથી મરેલો સમજી મને સ્મશાનમાં નાખવામાં આવ્યો હતો, ત્યાં સર્વ ઔષધિમય મુનિના શરીરના વાયુથી હું ફરી
१. यमपालमातङ्गः घ। २. मातङ्गं नेतुं घ। ३. सौ अद्य घ। ४. तया मातङ्गभीतया ग घ पाठः। ५. शरीरर्पर्शि घ।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com