________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭૧
કાનજૈનશાસ્ત્રમાળા] રત્નકરણ્ડક શ્રાવકાચાર 'दिव्यशरीरं च ' सप्तधातुविवर्जितं शरीरं। एतानि सर्वाणि यत्र लभ्यन्ते।।६३।।
इह लोके किं न कस्याप्यहिंसाद्यणुव्रतानुष्ठानफलप्राप्तिदृष्टा येन परलोकार्य तदनुष्ठीयते इत्याशंक्याह
मातंगो धनदेवश्च वारिषेणस्ततः परः।
नीली जयश्च संप्राप्ताः पूजातिशयमुत्तमम्।।६४।। અને “વ્યિશરીરમ્' સાત ધાતુથી રહિત દિવ્ય શરીર-એ સર્વે જ્યાં પ્રાપ્ત થાય છે.
ભાવાર્થ :- અતિચારરહિત પાંચ અણુવ્રતનું પાલન કરવાથી સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય છે. ત્યાં અવધિજ્ઞાન, અણિમા, મહિમા, ગરિમા, લધિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઈશિત્વ અને વશિત્વ-એ આઠ ઋદ્ધિઓ અને સાત ધાતુઓ રહિત દિવ્ય વૈક્રિયિક શરીર પ્રાપ્ત થાય છે.
આ ગાથા ઉપરથી સિદ્ધ થાય છે કે નિરતિચાર અણુવ્રતનું ફળ સંવર-નિર્જરા નથી, પણ તેનાથી પુણ્યબંધ છે, કેમકે સ્વર્ગગતિ કાંઈ વીતરાગ ધર્મનું ફળ નથી, પરંતુ તે શુભભાવનું ફળ છે.
ધર્મી જીવને પાંચમા ગુણસ્થાનકે આવા શુભભાવ આવ્યા વગર રહેતા નથી, પરંતુ તે તેમને શ્રદ્ધામાં હેય સમજે છે. ૬૩.
આ લોકમાં શું કોઈને પણ અહિંસાદિ અણુવ્રતનું પાલન કરવાની ફલ-પ્રાપ્તિ દેખાઈ, જેથી પરલોકને માટે તેનું અનુષ્ઠાન કરવામાં આવે છે? એવી આશંકા કરી કહે છેપાંચ અણુવ્રતધારીઓમાં પ્રસિદ્ધ થયેલાંનાં નામ
શ્લોક ૬૪. અન્વયાર્થ - [માતઃ] યમપાલ નામનો ચાંડાલ, [ઘનવેવ:] ધનદેવ શેઠ, [વારિખ:] વારિષણ નામનો રાજકુમાર, [તતઃ પર:] તે પછી [ની ની] વણિકપુત્રી નીલી [૨] અને [ગય:] રાજપુત્ર જયકુમાર [ઉત્તમમ] ઉત્તમ [પૂજાતિશય] આદરસત્કારને [સંપ્રાસા:] પામ્યા છે.
છે. છેચાણ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com