________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬૮
૨ત્ન કરડક શ્રાવકાચાર.
ભગવાન શ્રીકુંદકુંદतस्यातिचारानाह
अतिवाहनातिसंग्रहविस्मयलोभातिभारवहनानि।
परिमितपरिग्रहस्य च विक्षेपाः पञ्च लक्ष्यन्ते।।६२।। ધન-ધાન્યાદિ બાહ્ય વસ્તુ મૂર્છા ઊપજાવવામાં નિમિત્તમાત્ર છે, તેથી તેમાં કારણમાં કાર્યનો ઉપચાર કરીને તેને ઉપચારથી પરિગ્રહ કહ્યો છે. વાસ્તવમાં પરિગ્રહનું લક્ષણ મૂચ્છ જ છે.
અંતરંગ ૧૪ પ્રકારના પરિગ્રહો હિંસાના પર્યાય હોવાથી તેમાં હિંસા સિદ્ધ જ છે અને દશ પ્રકારના બહિરંગ પરિગ્રહોમાં મમત્વપરિણામ જ હિંસાભાવને નિશ્ચયથી પ્રાપ્ત થાય છે. (શ્લોક ૧૧૯).
કેવળીને સમવસરણાદિ વિભૂતિ હોય છે, પણ મમત્વપરિણામ વિના તે પરિગ્રહ નથી.
જે કોઈ પરિગ્રહને અંગીકાર કરીને કહે કે મારે તો તેમાં મમત્વપરિણામ નથી, તો તે અસત્ય છે, કારણ કે મમત્વ વિના તે અંગીકાર થાય નહિ.
જ્યાં પ્રમાદ-યોગ છે ત્યાં જ નિશ્ચયથી પરિગ્રહ છે અને જ્યાં પ્રમાદ-યોગ (મમત્વ) નથી ત્યાં પરિગ્રહ નથી-એમ સમજવું. ૬૧. તેના (પરિગ્રહપરિણામ અણુવ્રતના) અતિચાર કહે છેપરિગ્રહપરિણામ અણુવ્રતના અતિચાર
શ્લોક ૬૨ અન્વયાર્થ - [ષતિવાદનાતિસંદવિસ્મયનોમાતિમા૨વેદનાન] અતિવાહન (હાથી, ઘોડા, બળદ વગેરેને તેના ગજા ઉપરાંત ચલાવવું), અતિસંગ્રહ (ધાન્યાદિનો અતિસંગ્રહ કરવો), અતિવિસ્મય (બીજાનો વૈભવ જોઈને અતિવસ્મય પામવું) ૧. અંતરંગ ચૌદ પરિગ્રહ - ૧. મિથ્યાત્વ, ૨. હાસ્ય, ૩. રતિ, ૪. અરતિ, ૫. શોક, ૬. ભય, ૭.
જુગુપ્સા, ૮. પુરુષવેદ, ૯. સ્ત્રીવેદ, ૧૦. નપુંસકવેદ, ૧૧. ક્રોધ, ૧૨. માન, ૧૩. માયા અને ૧૪. લોભ. २. क्षेत्रवास्तुहिरण्यसुवर्णधनधान्यदासीदासकुप्यभाण्ड प्रमाणातिक्रमाः।
(તત્ત્વાર્થસૂત્ર-અધ્યાય ૭/૨૯)
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com