________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬૨
રત્નકરણ્ડક શ્રાવકાચાર [ભગવાન શ્રી કુંદકુંદ'अस्तेये' चौर्यविरमणे। 'व्यतीपाता' अतीचाराः पंच भदन्ति। तथा हि। चौरप्रयोगः चोरयतः स्वयमेवान्येन वा प्रेरणं प्रेरितम्य वा अन्येनानुमोदनं चौरार्थादानं च अप्रेरितेनाननुमतेन च चोरेणानीतम्यार्थम्य ग्रहणं। विलोषश्च उचितन्यायादन्येन प्रकारेणार्थस्यादानं विरुद्धराज्यातिक्रम इत्यर्थः। विरुद्धराज्ये स्वल्पमूल्यानि मद्दार्धणि द्रव्याणीति कृत्वा स्वल्पतरेणार्थेन गृह्णाति। सदृशसन्मिश्रश्च प्रतिरूपकव्यवहार इत्यर्थ: सदृशेन तैलादिना सन्मित्रं धृतादिकं करोति। कृत्रिमैश्च हिरण्यादिभिर्वचनापूर्वकं व्यवहारं करोति। हीनाधिकविनिमानं विविधं नियमेन मानं विनिमानं मानोन्मानमित्यर्थः। मानं हि प्रस्थादि, उन्मानं तुलादि, तच्च हीनाधिकं, हीनेन अन्यस्मै ददाति, अधिकेन स्वयं ગુલાતીતિના ૬૮ાા
ટીકા :- “અસ્તેય' ચોરીથી વિરમણમાં અર્થાત્ અચૌર્યાણુવ્રતમાં “વ્યતીપાતા:' અતિચારો “પષ્ય' પાંચ છે. તે આ પ્રમાણે છે- “વીરપ્રયો:' ચોરી કરનારને સ્વયં પ્રેરણા કરવી યા બીજા દ્વારા પ્રેરણા કરવી યા પ્રેરિતને અન્ય દ્વારા અનુમોદના કરવી,
વીરાવાન' અપ્રેરિત અને અનનુમોદિત ચોર દ્વારા લાવેલી ચીજોનું ગ્રહણ કરવું, વિનોપ:' ઉચિત ન્યાયથી અન્ય પ્રકારે (નીતિ વિરુદ્ધ ) વસ્તુને ગ્રહણ કરવી, વિરુદ્ધ રાજ્યમાં જઈને નીતિ વિરુદ્ધ વસ્તુ આપવી-લેવી તે વિરુદ્ધ રાજ્યોતિક્રમ છે એવો અર્થ છે. વિરુદ્ધ રાજ્યમાં મહા-વધારે કિંમતની વસ્તુઓને ઓછી કિંમતની વસ્તુઓ કહીને બહુ થોડા ધનથી લાવે છે, “સદશ સન્મિશ્ર:' સમાન રૂપ-રંગવાળી વસ્તુઓનું સંમિશ્રણ અથવા પ્રતિરૂપક વ્યવહાર એવો અર્થ છે; સમાન તેલ આદિ સાથે ઘી આદિનું સંમિશ્રણ કરે છે, બનાવટી સુવર્ણ આદિથી વંચનાપૂર્વક વ્યવહાર કરે છે. (બનાવટી સુવર્ણાદિ વેચી ઠગાઈ કરે છે.) “દીનાથિવિનિમાન' નિયમથી વિવિધ માન તે વિનિમાન, માન અને ઉન્માન એવો અર્થ છે; માન એટલે પ્રસ્થાદિ પાલી, ગજ, તોલા વગેરે માપવાના સાધન અને ઉન્માન એટલે ત્રાજવાં, બાટ વગેરે તે તોલવાનાં સાધન-તે હીનાધિક ઓછા-વત્તાં રાખીને ઓછાં માપથી અન્યને આપે છે અને અધિક માપથી સ્વયં લે છે.
ભાવાર્થ:- અચૌર્યાણુવ્રતના પાંચ અતિચાર - ૧. ચીરપ્રયોગ-ચોરીનો ઉપાય બતાવવો-ચોરી કરવાની પ્રેરણા કરવી.
१. स्तेनप्रयोगतदाहृतादानविरुद्धराज्यातिक्रमहीनाधिकमानोन्मानप्रतिरूपक व्यवहाराः।
(તત્ત્વાર્થસૂત્ર અધ્યાય ૭/૨૭)
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com