________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
રત્નકરણ્ડક શ્રાવકાચાર
કહાનજૈનશાસ્ત્રમાળા]
तस्येदानीमतिचारानाह
चौरप्रयोगचौरार्थादानविलोपसदृशसन्मिश्राः । हीनाधिकविनिमानं पञ्चास्तेये व्यतीपाताः ।। ५८ ।।
૧૬૧
પ્રમાદનું નામ જ હિંસા છે અને ચોરીમાં પ્રમાદ અવશ્ય છે, માટે જ્યાં ચોરી છે ત્યાં અવશ્ય જ હિંસા છે; પરંતુ પ્રમત્તયોગ વિના પ૨ પદાર્થને કોઈના આપ્યા વિના ગ્રહણ કરવામાં ચોરીનો દોષ નથી.
અ૨હંત ભગવાનને કર્મ-નોકર્મ વર્ગણાઓનું ગ્રહણ હોવા છતાં તેમને ચોરીનો દોષ લાગતો નથી, કારણકે તેમને પ્રમત્તયોગનો અભાવ છે. માટે જ્યાં હિંસા નથી ત્યાં ચોરી નથી અને જ્યાં ચોરી નથી ત્યાં તે પ્રકારની હિંસા પણ નથી.
શ્રાવક કૂવા-નદીનું પાણી, ખાણની માટી વગેરે કોઈને પૂછ્યા વિના ગ્રહણ કરે તોપણ તે ચોરી નથી, પરંતુ મુનિ જો તે ગ્રહણ કરે તો તેમને ચોરીનો દોષ લાગે, કારણ કે શ્રાવકને એકદેશ ત્યાગ હોય છે અને મુનિને સર્વથા ત્યાગ હોય છે.
અવત્તાવાનું સ્તેયમ્। તત્ત્વાર્થસૂત્ર અધ્યાય ૭/૧૫
પ્રમાદના યોગથી દીધા વગર કોઈપણ વસ્તુને ગ્રહણ કરવી તે ચોરી છે. જ્યાં લેવા-દેવાનો સંભવ હોય ત્યાં ચોરીનો વ્યવહાર થાય છે; તેથી કર્મવર્ગણા અને નોકર્મવર્ગણાઓનું ગ્રહણ તે ચોરી નથી.
મુનિરાજને ગામ-નગર વગેરેમાં પર્યટન કરતાં, શેરી-દરવાજો વગેરેમાં પ્રવેશ કરવાથી ‘ અદત્તાદાન ' નો દોષ લાગતો નથી, કેમકે તે સ્થાનો બધાને આવવા-જવા માટે ખૂલ્લાં છે અને સાર્વજનિક શેરી વગેરેમાં પ્રવેશ કરતાં મુનિને પ્રમત્તયોગ હોતો નથી. ૫૭. હવે તેના (અચૌર્યાણુવ્રતના) અતિચારો કહે છેઅચૌર્યાવ્રતના અતિચાર શ્લોક ૫૮
અન્વયાર્થ :- [ ૌપ્રયો-પૌત્રાર્થાવાનવિલોપસશસન્મિત્રા: ] ચૌપ્રયોગ (ચોરીનો ઉપાય બતાવવો ) ચૌરાર્થદાન ( ચોરીની વસ્તુ ખરીદવી ), વિલોપ ( રાજાની આજ્ઞાનું ઉલ્લંઘન કરવું), સદશસંમિશ્ર (હલકી-ભારે સદશ વસ્તુઓનું મિશ્રણ કરી વેચવું) અને [દીનાષિવિનિમાનં] હીનાધિકવિનિમાન (માપ-તોલ ઓછાં-વત્તાં રાખવાં) [પગ્ન ] - એ પાંચ [અસ્તેય ] અચૌર્યાણુવ્રતમાં [ વ્યતીપાત: ] અતિચારો છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com