________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬૦
રત્નકરણ્ડક શ્રાવકાચાર [ ભગવાન શ્રીકુંદકુંદ'अकृशचौर्यात् ' स्थूलचौर्यात्। 'उपारमणं तत्'। 'यत् न हरति' न गृहाति। किं तत् ? 'परस्वं' परद्रव्यं। कथंभूतं ? ' निहितं' वा धृतं। तथा 'पतितं वा'। तथा 'सुविस्मृतं' वा अतिशयेन विस्मृतं। वाशब्दः सर्वत्र परस्परसमुच्चये। इत्थंभूतं परस्वं 'अविसृष्टं' अदत्तं यत्स्वयं न हरति न दत्तेऽन्यस्मै तदकृशचौर्यादुपारमणं પ્રતિપત્તવ્યમા ૬૭ના
ટીકા :- “ગરુશવત્' સ્થૂલ ચોરીથી “૩૫૨મામ તત' નિવૃત્ત થવું તેને, “યત ન રતિ' ન લેવી, કોને (ન લેવી)? “પરસ્પં' પર વસ્તુને, કેવી (પરવસ્તુને)? નિદિત' રાખેલી (મૂકેલી), “પતિતં વા' કે પડેલી, “સુવિસ્કૃતં વા' કે બિલકુલ વિસ્તૃત થયેલી, “વા' શબ્દ બધેય પરસ્પર સમુચ્ચય અર્થમાં છે. આવી પરવસ્તુને “વિસૂમ' આપ્યા વિના સ્વયં ન લેવી અને બીજાને ન દેવી તેને “બ$શૌર્યાલુપIRમમ્’ સ્કૂલ ચોરીથી નિવૃત્ત થવું કહે છે. (અર્થાત તેને અચૌર્યાણુવ્રત કહે છે.)
ભાવાર્થ :- કોઈની મૂકેલી, પડેલી કે ભૂલેલી વસ્તુને આપ્યા વિના ન તો પોતે (સ્વયં) લેવી અને ન બીજાને આપવી તેને અચૌર્યાણુવ્રત કહે છે.
પ્રમાદના યોગથી આપ્યા વિના સુવર્ણ-વસ્ત્રાદિ પરિગ્રહનું ગ્રહણ કરવું તેને જ ચોરી કહે છે; તે જ વધનું કારણ હોવાથી હિંસા છે.”
પોતાને ચોરી કરવાનો ભાવ થયો તે સ્વ-ભાવહિંસા અને પોતાને ચોર માનવામાં આવતાં, પોતાના પ્રાણનો પોતા વડે વિયોગ કરવામાં આવે તો તે સ્વ-દ્રવ્યહિંસા છે.
જે જીવની વસ્તુ ચોરવામાં આવી તેને અંતરગમાં પીડા થઈ તે તેની (પર) ભાવહિંસા છે અને તે વસ્તુના નિમિત્તે તેના જે દ્રવ્યપ્રાણ પુષ્ટ હતા તે પુષ્ટ પ્રાણોનો નાશ થયો તે તેની (પર) દ્રવ્યહિંસા છે.
આ રીતે ચોરી કરવાથી ચોરી કરનારની તથા જેની ચોરી થઈ તેની દ્રવ્યહિંસા અને ભાવહિંસા-એમ બંને પ્રકારની હિંસા થાય છે.
ધન-ધાન્યાદિ પદાર્થો મનુષ્યના બાહ્યપ્રાણ છે, તેનું હરણ થતાં યા નાશ થતાં તેને પોતાના પ્રાણઘાત જેટલું દુઃખ થાય છે.
૧. પુરુષાર્થસિદ્ધિ-ઉપાય ગુજરાતી આવૃત્તિ શ્લોક ૧૦૨. ૨. જુઓ, પુરુષાર્થસિદ્ધિ-ઉપાય ગુજરાતી આવૃત્તિ, શ્લોક ૧૦૨ થી ૨૦૬ અને તેમનો ભાવાર્થ.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com