________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
રત્નકરણ્ડક શ્રાવકાચાર [ ભગવાનશ્રીકુંદકુંદअथैवंविधधर्मस्वरूपतां कानि प्रतिपद्यन्त इत्याह
सद्दष्टिज्ञानवृत्तानि धर्मं धर्मेश्वरा विदुः। यदीयप्रत्यनीकानि भवन्ति भवपद्धतिः।।३।।
વિશેષ જે નરક-તિર્યંચાદિક ગતિમાં પરિભ્રમણરૂપ સંસારનાં દુ:ખોથી જીવોને છોડાવીને ઉત્તમ અર્થાત્ અવિનાશી અતીન્દ્રિય મોક્ષસુખમાં ધારણ કરે તે ધર્મ. આ સત્ય ( નિશ્ચય) ધર્મનું લક્ષણ છે.
ધર્મ તો આત્માનો સ્વભાવ છે. વસ્તુરૂમાવો ઘર્મો તે આત્માની અંદર છે. તીર્થ, મંદિર, મૂર્તિ આદિ તથા દેવ-ગુરુ આદિ પરપદાર્થોમાં નથી. આ માટે સ્વાશ્રય દ્વારા પરનું અવલંબન છોડી પોતાના જ્ઞાતા-દષ્ટારૂપ સ્વભાવનું શ્રદ્ધાન, અનુભવ તથા જ્ઞાયક સ્વભાવમાં જ પ્રવર્તનરૂપ આચરણ કરવું તે જ સમીચીન નિશ્ચય ધર્મ છે.
પ્રસ્તુત શ્લોકમાં “સમીવીને' નિવમ' અને “ઘરતિ ઉતમે સુધે' - આ શબ્દો નિશ્ચયધર્મને જ સૂચવે છે. કારણ કે નિશ્ચયધર્મ જ જીવને ઉત્તમ સુખમાં ધરતો હોવાથી સમીચીન (સત્યાર્થ-અબાધિત) હોઈ શકે, તેનાથી જ કર્મનો નાશ થાય અને તેનાથી જ ઉત્તમ સુખની પ્રાપ્તિ થાય.
વ્યવહારધર્મ શુભભાવરૂપ છે, તે આસ્રવ તત્ત્વ છે; તેનાથી કર્મબંધ થાય પણ કર્મનો નાશ થાય નહિ. અને તેનાથી સ્વર્ગાદિનું સુખ પ્રાપ્ત થાય પણ મોક્ષનું સુખ (ઉત્તમ સુખ) પ્રાપ્ત થાય નહિ–એમ ટીકાકારનો ભાવ સમજવો.
આ શ્રાવકાચારનું શાસ્ત્ર છે. શ્રાવકનું ગુણસ્થાન પાંચમું છે. મુનિપદ ધારણ કર્યા વિના અને કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યા વિના કોઈ મોક્ષ પામે નહિ. ભગવાનના કાળમાં પણ ચરમશરીરી જીવ હોય તે જ મોક્ષ પામે છે.
શ્રાવકને તો સમ્યકત્વપૂર્વક શુભોપયોગ હોય છે, તેથી તેવા શુભરાગના પ્રશસ્ત ફળભૂત સ્વર્ગને જ તે પ્રથમ પામે, પછી મનુષ્ય થઈ અલ્પ ભવમાં પોતાનો પુરુષાર્થ વધારી મોક્ષ પામે છે, તેથી ટીકાકાર આચાર્ય સ્વર્ગનું અને મોક્ષનું સુખ ધર્મથી પ્રાપ્ત થાય છે તેમ કહ્યું છે. ૨.
હવે એવા ધર્મસ્વરૂપે ક્યા ભાવોને સ્વીકારવામાં આવે છે તે કહે છે :
જાઓ યોગસાર ગાથા ૪૨ થી ૪૫.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com