________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૭
કહાનજૈનશાસ્ત્રમાળા] રત્નકરણ્ડક શ્રાવકાચાર
साम्प्रतं सत्याणुव्रतस्यातीचारानाह
સત્ય-અણુવ્રતધારી ક્રોધ-માન-માયા-લોભ વશ એવું વચન ન કહે જેથી અન્યનો ઘાત થાય, અન્યને અપવાદ લાગે-કલંક ચઢે, કલહ, વિસંવાદ પેદા થાય, વિષયાનુરાગ વધી જાય, મહા આરંભમાં પ્રવૃત્તિ થાય, અન્યને આર્તધ્યાન થઈ જાય, પરના લાભમાં અન્તરાય આવે, પરની આજીવિકા બગડી જાય, પોતાનો અને પરનો અપયશ થાય, આપદા આવે, અનર્થ પેદા થાય, અન્યનો મર્મચ્છેદ થાય, રાજા દંડ કરે, ધનની હાનિ થાય વગેરે. આવાં સત્ય વચન હોય તો પણ તે જૂઠાં વચન છે. વળી તે ગાલીનાં વચન, અપમાનનાં વચન, તિરસ્કારનાં વચન, અહંકારનાં વચન વગેરે બોલે નહિ, કારણકે તે કષાયયુક્ત હોવાથી અસત્ય વચનો છે. વળી તે જિનસૂત્રને અનુકૂળ તથા સ્વ-પરના હિતરૂપ, બહુ પ્રલાપરહિત, પ્રામાણિક, સંતોષ ઉપજાવનાર, ધર્મનો ઉદ્યોત કરનાર વચન કહે-એવાં વચન બોલનાર ગૃહસ્થી સ્કૂલ અસત્યનો ત્યાગી છે. ૧
પુરુષાર્થસિદ્ધિ-ઉપાયમાં કહ્યું છે કે
“.... આ બધાં જ વચનોમાં પ્રમત્તયોગ જ એક હેતુ કહેવામાં આવ્યો છે, તેથી અસત્ય વચનમાં પણ (પ્રમત્તયોગનો સભાવ હોવાથી) હિંસા નિશ્ચિત થાય છે.” (શ્લોક ૯૯)
જૂઠ વચનના ત્યાગી મહામુનિ હેય અને ઉપાદેયનો વારંવાર ઉપદેશ કરે છે. ત્યાં પાપની નિંદા કરતાં પાપી જીવને પોતાના દોષના કારણે) તેમનો ઉપદેશ બૂરો લાગે છે, અથવા કોઈને ધર્મોપદેશ ખરાબ લાગે તે દુઃખ પામે, પણ તે આચાર્યોને (ઉપદેશ સાંભળનારની લાગણી દુઃખાવા છતાં) જૂઠનો દોષ લાગતો નથી. કેમકે તેમને પ્રમાદ (કષાય) નથી, પ્રમાદપૂર્વક વચનમાં જ હિંસા છે. તેથી જ કહ્યું છે કે પ્રમાદ સહિત યોગથી વચન બોલવાં તે જ જૂઠ જે, અન્યથા નહિ.” (શ્લોક ૧૦૦નો ભાવાર્થ). ૫૫.
હવે સત્યાણુવ્રતના અતિચારો કહે છે
૧.
જુઓ, શ્રી રત્નકરણ્ડક શ્રાવકાચાર-પંડિત સદાસુખદાસકૃત હિન્દી ટીકા પૃષ્ઠ ૮૨.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com