________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૬
રત્નકરણ્ડક શ્રાવકાચાર [ભગવાન શ્રી કુંદકુંદ‘તકન્તિ' તે? “સન્ત:' પુરુષા: Mધરવાય: ત,િ સન્તો ન વન્તિા 'अलीकमसत्यं '। कथंभूतं ? 'स्थूलं' यस्मिन्नुक्ते स्वपरयोर्वधबन्धादिकं राजादिभ्यो भवति तत्स्वयं तावन्न वदति। तथा 'परान' न्यान् तथाविधमलीकं न वादयति। न केवलमलीकं किन्तु 'सत्यमपि' चोरोऽयमित्यादिरूपं न स्वयं वदति न परान् वादयति। किंविशिष्टं यदुक्तं सत्यमपि परस्य 'विपदे 'ऽपकाराय भवति।।५५।।
તેને સ્કૂલ સત્યાણુવ્રત કહે છે. કોણ છે? “સન્ત:' ગણધરદેવાદિ સન્ત પુરુષો. તે શું? સંતો કે જે બોલતા નથી. “મનીમસત્યમ' અસત્ય (જૂઠ. કેવું (જૂઠ) ? “ધૂનન’ સ્થૂલ જૂઠ અર્થાત્ જે બોલવાથી રાજાદિ તરફથી સ્વ-પરનો વધ-બંધ આદિ થાય તેવું (જદૂઠ), “ વતિ' પ્રથમ તો પોતે બોલતો નથી અને ‘પાન ન વાવતિ' બીજા પાસે તેવું જૂઠ બોલાવતો નથી; કેવળ જૂઠ નહિ કિન્તુ “આ ચોર છે' ઇત્યાદિ રૂપ “સત્યમપિ' સત્ય પણ સ્વયં બોલતો નથી અને અન્ય પાસે બોલાવતો નથી. કેવું (સત્ય) ? જે બોલેલું વચન સત્ય હોવા છતાં બીજાને “વિપકે' અપકારરૂપ થાય તેવું ( તેવું સત્ય પણ પોતે બોલે નહિ).
- ભાવાર્થ :- જે બોલવાથી રાજાદિ સ્વ-પરનો વધ બંધાદિ કરે તેને સ્થૂલ જૂઠ કહે છે. સત્યાયુવતી આવું જૂઠ સ્વયં બોલે નહિ અને બીજા પાસે બોલાવે નહિ. સત્ય પણ જો અન્યને અહિતકર-વિઘાતક હોય તો તેવું સત્ય પણ તે બોલે નહિ. જેમકે પાસે થઈને હરણ જતું જોયું હોય, છતાં શિકારી તેને (વ્રતીને) તે વિષે પૂછે તો તે સત્ય કહે નહિ, કારણકે તેવું બોલવાથી શિકારી દ્વારા હરણનો ઘાત થવા સંભવ છે, તેથી અન્યને આપત્તિ આવી પડે તેવું સત્ય વચન પણ પોતે બોલે નહિ, તેમ જ અન્ય પાસે બોલાવે નહિ, આવા સ્થૂલ અસત્ય ત્યાગને ગણધરાદિ મહાપુરુષો સત્યાણુવ્રત કહે છે.
વિશેષ જે કાંઈ પ્રમાદ કષાયના યોગથી સ્વ-પરને હાનિકારક અથવા અન્યથારૂપ વચન કહેવામાં આવે છે તેને અમૃત (જૂઠું) વચન જાણવું...”
“....અસત્ય સામાન્યરૂપે ગર્વિત, પાપ સહિત અને અપ્રિય-એમ ત્રણ પ્રકારનું માનવામાં આવ્યું છે..?
૧. જુઓ, પુરુષાર્થસિદ્ધિ-ઉપાય, શ્લોક ૯૧ અને ૯૫ થી ૧0૧.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com