________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા] રત્નકરણ્ડક શ્રાવકાચાર
तस्येदानीमतीचारानाह
૧૫૩
ખ્યાન સંબંધી ક્રોધ-માન-માયા-લોભનો અભાવ છે, તે સંવરનું કારણ છે અને ત્યાં સ્વાશ્રય અનુસાર નિર્જરા થાય છે.
અંતરંગ શુદ્ધતા છે તે નિશ્ચયવ્રત છે અને સાથે જે શુભભાવ છે તે વ્યવહારદ્રત છે અને તે નિશ્ચયવ્રતનું નિમિત્ત છે કેમકે એકદેશ વીતરાગતા સાથે આવો વ્યવહાર હયબુદ્ધિએ હોય છે.
મોક્ષમાર્ગ પ્રકાશકમાં પૃષ્ઠ ર૬૦ માં કહ્યું છે કે
... બાહ્ય વ્રતાદિક છે તે તો શરીરાદિ પરદ્રવ્યાશ્રિત છે, અને પરદ્રવ્યનો પોતા કર્તા નથી, માટે તેમાં કર્તુત્વબુદ્ધિ પણ ન કરવી તથા તેમાં મમત્વ પણ ન કરવું, એ વ્રતાદિકમાં ગ્રણ-ત્યાગરૂપ પોતાનો શુભોપયોગ થાય છે તે પોતાના આશ્રયે છે અને તેનો પોતે કર્તા છે, માટે તેમાં કર્તુત્વબુદ્ધિ પણ માનવી તથા ત્યાં મમત્વ પણ કરવું, પરંતુ એ શુભોપયોગને બંધનું જ કારણ જાણવું પણ મોક્ષનું કારણ ન જાણવું; કારણકે બંધ અને મોક્ષને તો પ્રતિપક્ષપણું છે, તેથી એક જ ભાવ પુણ્યબંધનું પણ કારણ થાય અને મોક્ષનું પણ કારણ થાય એમ માનવું એ ભ્રમ છે. તેથી વ્રત-અવ્રત એ બંને વિકલ્પ રહિત, જ્યાં પરદ્રવ્યના ગ્રહણ-ત્યાગનું કાંઈ પ્રયોજન નથી એવો ઉદાસીન વીતરાગ શુદ્ધોપયોગ તે જ મોક્ષમાર્ગ છે. નીચલી દશામાં કેટલાક જીવોને શુદ્ધોપયોગ અને શુભોપયોગનું યુક્તપણું હોય છે, તેથી એ વ્રતાદિ શુભોપયોગને ઉપચારથી મોક્ષમાર્ગ કહ્યો છે, પણ વસ્તુવિચારથી જોતાં શુભોપયોગ મોક્ષનો ઘાતક જ છે. આ રીતે જે બંધનું કારણ છે તે જ મોક્ષનું ઘાતક છે એવું શ્રદ્ધાન કરવું. શુદ્ધોપયોગને જ ઉપાદેય ગણી તેનો ઉપાય કરવો તથા શુભોપયોગ–અશુભોપયોગને હેય જાણી તેના ત્યાગનો ઉપાય કરવો...”
આ શ્લોકની ટીકામાં આચાર્યે કહ્યું છે કે- “યત્ર કૃતવત્ત તું: સ્વાતંત્ર્યપ્રતિપત્યર્થમ’ અહીં “કૃત વચન” એ કર્તાની સ્વાતંત્ર્યની પ્રતિપત્તિ અર્થે છે. આ બતાવે છે કે જીવ પોતાના ભાવોનો સ્વતંત્રપણે કર્તા છે. કર્મ મંદ પડયા એટલે કાર્ય થયું એમ નથી, પણ તે સ્વતંત્રપણે થયું છે, તેનો કર્તા કર્મ નથી. જો કર્મ તેનો કર્તા હોય તો બંને દ્રવ્યોની એકતાનો પ્રસંગ આવે જે સિદ્ધાંત વિરુદ્ધ છે. પ૩.
હવે તેના (અહિંસાણુવ્રતના) અતિચાર કહે છે
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com