________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૨
રત્નકરણ્ડક શ્રાવકાચાર
[ ભગવાનશ્રીકુંદકુંદ
અભાવ હોઈ શકે. જ્યાં સુધી પ્રમાદ રહે છે ત્યાં સુધી હિંસાનો અભાવ કોઈ રીતે હોઈ શકતો નથી.
પ્રમત્તયોગ એ જ હિંસાનું વાસ્તવિક કારણ છે; કેવળ દ્રવ્યપ્રાણનો ઘાત થવો તે ખરી હિંસા નથી.
શ્રી ઉમાસ્વામીએ પણ “તત્ત્વાર્થ સૂત્ર” માં હિંસાનું લક્ષણ આપતાં કહ્યું છે કેપ્રમાયો IIત્ પ્રાણવ્યપરોપ હિંસા પ્રમાદના યોગથી યથાસંભવ દ્રવ્યપ્રાણ યા ભાવપ્રાણનો ઘાત કરવો તે હિંસા છે.
વળી સમયસાર ગાથા ર૬ર માં કહ્યું છે કે
“જીવોને મારો કે ન મારો, કર્મબંધ અધ્યવસાનથી (ઊંધી માન્યતા સાથે પાપભાવથી-પ્રમત્તયોગથી) થાય છે.”
એ રીતે અજ્ઞાનથી આ જે હિંસામાં અધ્યવસાય કરવામાં આવે છે, તેમ અસત્ય, અદત્ત (ચોરી), અબ્રહ્મચર્ય અને પરિગ્રહમાં પણ જે (અધ્યવસાય) કરવામાં આવે તે બધોય પાપના બંધનું એકમાત્ર કારણ છે...”
(શ્રી સમયસાર ગાથા ર૬૩.) આ પ્રમાણે હિંસાદિ પાંચે પાપોનાં જે પ્રમત્તયોગ છે તે જ હિંસા છે, પરંતુ પ્રમત્તયોગશૂન્ય કેવળ બાહ્ય ક્રિયા તે હિંસા નથી. શ્રી કલ્યાણ મંદિર સ્તોત્રમાં કહ્યું છે કે
ચસ્માત ક્રિયા ન પ્રતિપત્તિ ભાવશૂન્ય: કારણ કે ભાવશૂન્ય ક્રિયાઓ હિંસા માટે યા કર્મબંધ માટે લીભૂત થતી નથી.
વ્રતના પાલનમાં ક્રિયા શરીરને આશ્રયે થાય છે. આ શારીરિક ક્રિયાથી જીવને પુણ્ય-પાપ કે ધર્મ થતો નથી, કારણકે તે ક્રિયા જીવના અધિકારમાં નથી તથા તે ક્રિયા જીવ કરી શકતો જ નથી. પણ તે ક્રિયા વખતે અહિંસાદિના જે વિકલ્પ ઊઠે છે તે રાગ પણ જીવકૃત અપરાધ હોવાથી અર્થાત્ શુભરાગ હોવાથી બંધનું કારણ છે, તેથી માત્ર બાહ્ય હિંસાદિ (ભાવ) છૂટવાથી પાપની નિર્જરા થાય છે એમ માનવું તે યોગ્ય નથી. (જુઓ શ્રી નિયમસાર વ્યવહાર પ્રકરણ ગાથા પ૬ થી ૫૯) પરંતુ તે વખતે સમ્યગ્દષ્ટિ શ્રાવકને, જે અંતરંગ મિથ્યાત્વ અને અનંતાનુબંધી તથા અપ્રત્યા
૧. જાઓ પુરુષાર્થસિદ્ધિ-ઉપાય, શ્લોક ૪૮ અને તેનો ભાવાર્થ.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com