________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા]
રત્નકરણ્ડક શ્રાવકાચાર
૧૫૧
“જે પ્રમાદી જીવ કપાયને વશ થઈને ગમનાદિ ક્રિયામાં યત્નરૂપ પ્રવર્તતો નથી અથવા બેસતા-ઊઠતાં ક્રોધાદિ ભાવોમાં પરિણમે છે તો ત્યાં જીવ કદાચ મરે કે ન મરે પણ એને તો કષાયભાવ વડે અવશ્ય હિંસાનો દોષ લાગે છે; એટલે પર જીવના પ્રાણની પીડા ન થવા છતાં પણ પ્રમાદના સદ્ભાવથી હિંસા નામ પામે છે...” ૧
કારણ કે જીવ કપાયભાવો સહિત હોવાથી પહેલાં પોતા વડે જ પોતાને હણે છે અને પછીથી ભલે બીજા જીવોની હિંસા થાય કે ન થાય.” *
“પર જીવના ઘાતરૂપ જે હિંસા છે તે બે પ્રકારની છે-એક અવિરમણરૂપ (અવિરતિરૂપ) અને બીજી પરિણમનરૂપ.
૧. અવિરમણરૂપ હિંસા-કોઈ જીવ પર જીવની હિંસાના કાર્યમાં તો પ્રવર્તતો નથી પરંતુ તેને હિંસાનો પ્રતિજ્ઞાપૂર્વક ત્યાગ નહિ હોવાથી તેને અંતરંગમાં અવિરતિનો ભાવ ઊભો છે; તેથી તેને અવિરમણરૂપ હિંસાનો દોષ છે, જેમકે કોઈને કંદમૂળનો ત્યાગ નથી અને તે કોઈ વખતે ખાતો પણ નથી, છતાં અંતરંગમાં કંદમૂળ ખાવાનો ભાવ ઊભો હોવાથી, તે ભાવનો ત્યાગ નહિ હોવાથી તેને અવિરમણરૂપ હિંસાનો દોષ લાગે છે.
જે કાર્ય કરવાની આશા રહે તેની પ્રતિજ્ઞા લેવાતી નથી અને આશા રહે તેનાથી રાગ પણ રહે છે તથા એ રાગના ભાવથી કાર્ય કર્યા વિના પણ અવિરતિનો બંધ થયા જ કરે છે; માટે પ્રતિજ્ઞા અવશ્ય કરવી યોગ્ય છે. વળી કાર્ય કરવાનું બંધન થયા વિના પરિણામ કેવી રીતે રોકાશે? પ્રયોજન પડતાં તદ્રુપ પરિણામ અવશ્ય થઈ જાય વા પ્રયોજન વિના પણ તેની આશા રહે છે, માટે પ્રતિજ્ઞા કરવી યોગ્ય છે.” ૩
- ૨. પરિણમનરૂપ હિંસા-પર જીવના ઘાતમાં, જો જીવ મનથી, વચનથી કે કાયથી પ્રવર્તે તો તેને તે પરિણમનરૂપ હિંસા છે.
આ બંને ભેદોમાં પ્રમાદસહિત યોગનું અસ્તિત્વ છે. તસ્માભ્રમત્તયોને નિત્ય VIMવ્યારોપણના તેથી પ્રમાદના યોગમાં નિરંતર પ્રાણઘાતનો સદ્ભાવ છે. જ્યારે જીવ ક્રોધાદિ ભાવહિંસાનો ત્યાગ કરી પ્રમાદરૂપ પરિણમન ન કરે તો જ તેને (પ્રાણઘાતનો )
૧. પુરુષાર્થસિદ્ધિ-ઉપાય, ગુજરાતી આવૃત્તિ શ્લોક ૪૬નો ભાવાર્થ. ૨. પુરુષાર્થસિદ્ધિ-ઉપાય, ગુજરાતી આવૃત્તિ શ્લોક ૪૭નો ભાવાર્થ. ૩. મોક્ષમાર્ગ પ્રકાશક-ગુજરાતી આવૃત્તિ, અધ્યાય ૭, પૃષ્ઠ ૨૧૦.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com