________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૦
રત્નકરણ્ડક શ્રાવકાચાર
[ભગવાનશ્રીકુંદકુંદ
यत्खलुकषाययोगात्प्राणानां द्रव्यभावरूपानाम्। व्यपरोपणस्य करणं सुमिश्चिता भवति सा हिंसा।। ४३।।
“કષાયરૂપે પરિણમેલા મન, વચન અને કાયાના યોગથી જે દ્રવ્યરૂપ અને ભાવરૂપ પ્રાણોનું વ્યપરોપણ કરવું-ઘાત કરવો તે નિશ્ચયથી સારી રીતે નક્કી કરેલી હિંસા છે.”
રાગાદિ ભાવોથી ચૈતન્ય પ્રાણોનો ઘાત થવો તે ભાવહિંસા છે, તેના બે પ્રકાર છેસ્વભાવ હિંસા અને પરભાવ હિંસા. તેમ જ ઇન્દ્રિય, બલ, આયુ અને શ્વાસોચ્છવાસરૂપ દ્રવ્ય પ્રાણોનો ઘાત થવો તે દ્રવ્યહિંસા છે. તેના પણ બે પ્રકાર છે. સ્વદ્રવ્ય હિંસા અને પરદ્રવ્ય હિંસા.
પોતાના મનમાં, વચનમાં કે શરીરમાં ક્રોધ-કષાય પ્રગટ થયો તેનાથી પ્રથમ તો પોતાના શુદ્ધોપયોગરૂપ ભાવપ્રાણનો ઘાત થયો. આ હિંસા તો પોતાના ભાવપ્રાણની વ્યપરોપણથી થઈ. તે તો (દ્રવ્યહિંસા) પહેલાં જ થઈ, બીજી (દ્રવ્ય) હિંસા થાય કે ન પણ થાય. પાછળથી કદાચિત્ તીવ્ર કષાયરૂપ થાય અને પોતાના દીર્ઘ થાસાદિથી અથવા હાથ પગ વડે પોતાના અંગને પીડા ઉપજાવી અથવા આપઘાત કરી મરી ગયો તે પોતાના દ્રવ્યપ્રાણના ઘાતરૂપ હિંસા થઈ.
વળી જે કષાયથી અન્ય જીવને કુવચન કહ્યાં, મર્મભેદી હાસ્ય કર્યું અથવા જે રીતે તેનું અંતરંગ પીડિત થઈ કષાયરૂપે પરિણમે તેવું કાર્ય કર્યું. ત્યાં પરના ભાવપ્રાણના વ્યપરોપણ (ઘાત) થી હિંસા થાય છે. જ્યાં કષાયના વશે પ્રમાદી થયો, બીજા જીવના શરીરને પીડા કરી અથવા પ્રાણનાશ કર્યો ત્યાં પરના દ્રવ્યપ્રાણના ઘાતથી (પરના દ્રવ્યપ્રાણની) હિંસા થઈ...”
મહાપુરુષ ધ્યાનમાં લીન છે અથવા ગમનાદિમાં સાવધાનતાથી યત્નપૂર્વક પ્રવર્તે અને કદાચ એના શરીરના સંબંધથી કોઈ જીવના પ્રાણ પીડાયા તોપણ એને હિંસાનો દોષ નથી, કેમકે એના પરિણામમાં કષાય હતો નહિ, તેથી પર જીવના પ્રાણને પીડા થાય તોપણ હિંસા નામ પામે નહિ..? ૧. પુરુષાર્થસિદ્ધિ ઉપાય, ગુજરાતી આવૃત્તિ શ્લોક ૪૩. ૨. પુરુષાર્થસિદ્ધિ-ઉપાય, ગુજરાતી આવૃત્તિ શ્લોક ૪૩ નો ભાવાર્થ.
પુરુષાર્થસિદ્ધિ-ઉપાય, ગુજરાતી આવૃત્તિ શ્લોક ૪૫ નો ભાવાર્થ.
૩.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com