________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ] રત્નકરડક શ્રાવકાચાર
૧૪૯ परं न प्रेरयामीत्यर्थः। तथा चरसत्त्वहिंसां कुर्वन्तमन्यं नखच्छोटिकादिना कायेन નાનુમન્યા ડુત્યુ હિંસાબુવ્રતમના ફરૂા ૯. તથા ત્રસ જીવોની હિંસા કરતા અન્યને નખદ્વારા, ચપટી આદિરૂપ કાયથી હું અનુમતિ આપું નહિ. -એમ અહિંસાણુવ્રત કહ્યું.
ભાવાર્થ - મનથી કૃત, કારિત અને અનુમોદનારૂપ, વચનથી કૃત, કારિત અને અનુમોદનારૂપ, તથા કાયથી કૃત, કારિત અને અનુમોદનારૂપ-એવા નવ સંકલ્પોથી ઇરાદાપૂર્વક ત્રસ જીવોની હિંસા કરવાનો ભાવ ન કરવો તેને અહિંસાણુવ્રત કહે છે. આ પ્રમાણે અહિંસાણુવ્રતીને સંકલ્પી હિંસાનો ત્યાગ હોય છે.
નવ સંકલ્પોથી (નવ કોટિથી) ત્રસ જીવોની હિંસાના ભાવનો ત્યાગ તો મુનિ અને શ્રાવક બંનેને હોય છે, પરંતુ સ્થાવર જીવોની હિંસાનો નવ કોટિએ ત્યાગ તો એકલા મુનિને જ હોય છે; શ્રાવકને હોતો નથી.
વિશેષ
હિંસાદિના ત્યાગનું વિધાન હિંસાદિનો ત્યાગ બે પ્રકારે છે–એક ઉત્સર્ગ ત્યાગ અને બીજો અપવાદ ત્યાગ. ઉત્સર્ગ એટલે સામાન્ય. સામાન્યપણે સર્વથા પ્રકારે ત્યાગ કરીને તેને ઉત્સર્ગ ત્યાગ કહે છે. તેના નવ ભેદ છે-મનથી પોતે કરવાનું ચિંતવે નહિ, બીજા પાસે કરાવવાનું ચિંતવે નહિ અને કોઈએ કર્યું હોય તેને ભલું જાણે નહિ. વચનથી પોતે કરવાનું કહે નહિ, બીજાને કરાવવા માટે ઉપદેશ આપે નહિ, કોઈએ કર્યું હોય તેને ભલું કહે નહિ. કાયાથી પોતે કરે નહિ, બીજાને હાથ વગેરે દ્વારા પ્રેરણા આવી કરાવે નહિ અને કોઈએ કર્યું હોય તેને હસ્તાદિ વડે પ્રશંસે નહિ. આ નવ ભેદ કહ્યા.
અપવાદ ત્યાગ અનેક પ્રકારનો છે. આ નવ ભંગ કહ્યા તેમાંથી કેટલા ભંગોથી અમુક પ્રકારે ત્યાગ કરે, અમુક પ્રકારે ત્યાગ ન કરે, આ રીતે મારે આ કાર્ય કરવું, આ રીતે ન કરવું-એમ અપવાદ ત્યાગ ભિન્ન ભિન્ન પ્રકારે છે. માટે શક્ય હોય તે રીતે ત્યાગ
કરવો.”ર
હિંસાના પ્રકાર-દ્રવ્યહિંસા અને ભાવહિંસા.
१. करोमीत्यर्थ इति क ख पाठः। ૨. પુરુષાર્થ સિદ્ધિ-ઉપાય, ગુજરાતી આવૃત્તિ શ્લોક ૭૫ નો ભાવાર્થ.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com