________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૮
રત્નકરણ્ડક શ્રાવકાચાર [ભગવાન શ્રી કુંદકુંદअनुमननवचनं प्रयोजकस्य मानसपरिणामप्रदर्शनार्थ। तथा हि-मनसा चरसत्त्वहिंसां स्वयं न करोमि, चरसत्त्वान् हिनस्मीति मनःसंकल्पं न करोमीत्यर्थः। मनसा चरसत्त्वहिंसामन्यं न कारयामि, चरसत्त्वान् हिंसय हिंसयेति मनसा प्रयोजको न भवामीत्यर्थः। तथा अन्यं चरसत्त्वहिंसां कृर्वन्तं मनसा नानुमन्ये , सुन्दरमनेन कृतमिति मनःसंकल्पं न करोमीत्यर्थः। एवं वचसा स्वयं चरसत्त्वहिंसां न करोमि चरसत्त्वान् हिनस्मीति स्वयं वचनं नोच्चारयामीत्यर्थः। वचसा चरसत्त्वहिंसां न कारयामि चरसच्वान् हिंसय हिंसयेति वचनं नोच्चरयामीत्यर्थः। तथा वचसा चरसत्त्वहिंसां कृर्वन्तं नानुमन्ये, साधुकृतं त्वयेति वचनं नोच्चारयामीत्यर्थः। तथा कायेनः चरसत्त्वाहिंसां न करोमि , चरसच्चहिंसने दृष्टिमुष्टिसन्धाने स्वयं कायव्यापारं न करोमीत्यर्थः। तथा कायेन चरसत्त्वहिंसां न कारयामि, चरसत्त्वहिंसने कायसंज्ञया
વચન) પ્રયોજકના માનસનું પરિણામ દર્શાવવા માટે છે.
તે આ પ્રમાણે ૧. મનથી ત્રસ જીવોની હિંસા હું સ્વયં કરું નહિ-ત્રસ જીવોને હું હણું એવો મનમાં સંકલ્પ ન કરું. એવો અર્થ છે. ૨. મનથી ત્રસ જીવોની હિંસા બીજા પાસે હું ન કરાવું- “ત્રસ જીવોની હિંસા કરો-હિંસા કરો” એમ મનથી હું પ્રેરક-પ્રયોજક ન થાઉં. એવો અર્થ છે. ૩. તથા ત્રસ જીવોની હિંસા કરતા અન્યને હું મનથી અનુમતિ ન આપુંઆણે સુંદર કર્યું-એવો મનમાં સંકલ્પ હું ન કરું. એવો અર્થ છે.
૪. એ પ્રમાણે વચનથી હું સ્વયં ત્રસ જીવોની હિંસા ન કરું-ત્રસ જીવોની હિંસા કરું એવું વચન સ્વયે ઉચ્ચારું નહિ એવો અર્થ છે. ૫. વચનથી ત્રસ જીવોની હિંસા હું (બીજા પાસે) ન કરાવું-ત્રસ જીવોની હિંસા કર, હિંસા કર’ એવું વચન હું ઉચ્ચારું નહિ. એવો અર્થ છે. ૬. તથા વચનથી ત્રસ જીવોની હિંસા કરનારને હું અનુમતિ આપે નહિ- “તે ઠીક કર્યું' –એવું વચન હું ઉચ્ચારું નહિ. એવો અર્થ છે.
તથા ૭. કાયમી, ત્રસ જીવોની હિંસા હું કરું નહિ-ત્રસ જીવોની હિંસા કરવામાં દષ્ટિ અને મુષ્ટિના સંધાનમાં હું સ્વયં કાયનો વ્યાપાર કરું નહિ. એવો અર્થ છે. ૮. તથા કાયથી ત્રસ જીવોની હિંસા હું (કોઈની પાસે) કરાવું નહિ–ત્રસ જીવોની હિંસા કરવામાં કાયની સંજ્ઞાથી ( સંકેતથી) બીજાને હું પ્રેરું નહિ. એવો અર્થ છે.
१. अनुवचनं ख पुस्तके। अनुमननं वचनं ग पुस्तके। अनुमतवचन घ.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com