________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૩
કાનજૈનશાસ્ત્રમાળા] રત્નકરણ્ડક શ્રાવકાચાર
गृहिणां त्रेधा तिष्ठत्यणु-गुण-शिक्षाव्रतात्मकं चरणम्।
पञ्च-त्रि-चतुर्भेदं त्रयं यथासख्यमाख्यातम्।। ५१।। 'गृहिणां' सम्बन्धि यत् विकलं चरणं तद्व 'त्रेघा' त्रिग्रकारं। ‘तिष्ठति' भवति। किं विशिष्टं सत् ? 'अणुगुणशिक्षाव्रतात्मकं' सत् अणुव्रतरूपं शिक्षाव्रतरूपं सत्। त्रयमेव। तत्प्रत्येकं। 'यथासंख्य'। 'पंचत्रिचतुर्भेदमाख्यातं' प्रतिपादितं। तथा हिअणुव्रतं पंचभेदं गुणव्रतं त्रिभेदं शिषाव्रतं चतुर्भेदमिति।।१।।
तत्राणुव्रतस्य तावत्पंचभेदान् प्रतिपादयन्नाह
વિકલચારિત્રના ભેદ
શ્લોક ૫૧ અન્વયાર્થ :- [મૃદિગામ] ગૃહસ્થોનું [af] (વિકલ) ચારિત્ર [ સપુકુળશિક્ષાવૃતાત્મમ] અણુવ્રત, ગુણવ્રત અને શિક્ષાવ્રતરૂપ હોતું થયું [21] ત્રણ પ્રકારે [તિષતિ] છે. તે [ત્રયં] ત્રણ પ્રકારનું ચારિત્ર [૨થાસંધ્યમ] અનુક્રમે [પવિતુર્મમ] પાંચ, ત્રણ અને ચાર ભેદરૂપ [ારક્યાતમ ] કહ્યું છે.
ટીકા :- “ગૃહિનામ' ગૃહસ્થો સંબંધી જે “વિવોનું વર' વિકલચારિત્ર છે, તે “2ધા તિષતિ' ત્રણ પ્રકારે છે. કેવા ( પ્રકારે) છે? “અનુકુળશિક્ષાવૃતાત્મહં સંત’ તે અણુવ્રત, ગુણવ્રત અને શિક્ષાવ્રતરૂપ ત્રણ પ્રકારે છે. તે “ત્રયમેવ' એ ત્રણેમાં “યથાસંધ્યું પૂજ્વત્રિવતુર્મવું' પ્રત્યેકના અનુક્રમે પાંચ, ત્રણ અને ચાર ભેદ “મીરથતિમ' કહ્યા છે. તે આ પ્રમાણે અણુવ્રત પાંચ પ્રકારનાં, ગુણવ્રત ત્રણ પ્રકારનાં અને શિક્ષાવ્રત ચાર પ્રકારનાં છે.
ભાવાર્થ :- ગૃહસ્થોનું વિકલ (એકદેશ) ચારિત્ર ત્રણ પ્રકારે છે-અણુવ્રત, ગુણવ્રત અને શિક્ષાવ્રત અને તે દરેકના અનુક્રમે પાંચ, ત્રણ અને ચાર ભેદ છે, અર્થાત્ અણુવ્રતના પાંચ ભેદ, ગુણવ્રતના ત્રણ ભેદ અને શિક્ષાવ્રતના ચાર ભેદ છે.
જે ગૃહવાસ છોડવાને અસમર્થ છે, તે સમ્યગ્દષ્ટિ ઘરમાં રહી ઉપરોક્ત બાર પ્રકારનું વ્યવહારચારિત્ર પાળી શકે છે. પ૧.
તેમાં પ્રથમ અણુવ્રતના પાંચ ભેદોનું પ્રતિપાદન કરીને કહે છે
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com