SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૪૨ [ ભગવાનશ્રીકુંદકુંદ રત્નકરણ્ડક શ્રાવકાચાર तत्र विकलमेव तावच्चारित्रं व्याचष्टे દશ પ્રકારના બાહ્ય પરિગ્રહો અને મિથ્યાત્વ, કષાયાદિ ચૌદ પ્રકારના અભ્યત્તર પરિગ્રહોએમ ચોવીસ પરિગ્રહોથી રહિત મુનિઓને હોય છે. વિકલચારિત્ર હિંસાદિના એકદેશ વિરતિરૂપ-ત્યાગરૂપ-અણુવ્રતરૂપ હોય છે અને તે ગૃહાદિ એકદેશ પરિગ્રહ સહિત ગૃહસ્થોને હોય છે. વિશેષ જો મુનિ અભ્યતર પરિગ્રહથી રહિત ન હોય અને માત્ર બાહ્ય પરિગ્રહથી જ રહિત હોય તો તેવા મુનિને મિથ્યાષ્ટિ દ્રવ્યલિંગી મુનિ કહ્યા છે. પંચમ ગુણસ્થાનવર્તી શ્રાવકના સંબંધમાં પણ એમ જ સમજવું. જો તેને અત્યંતર પરિગ્રહ અર્થાત્ મિથ્યાત્વ, અનંતાનુબંધી અને અપ્રત્યાખ્યાન સંબંધી ક્રોધ-માન-માયાલોભ ન છૂટયાં હોય અને માત્ર બાહ્ય એકદેશ પરિગ્રહનો જ ત્યાગ હોય તો તે પણ મિથ્યાદષ્ટિ દ્રવ્યલિંગી શ્રાવક કહેવાય છે. શ્રી સમયસાર ગાથા ૪૧૪ની ટીકામાં શ્રી જયસેનાચાર્યે કહ્યું છે કે – “...શાલિતંદુલને બહિરંગ તુષ વિદ્યમાન હોતાં, અત્યંતર તુષનો ત્યાગ કરી શકાતો નથી. અભ્યતર તુષનો ત્યાગ થતાં, બહિરંગ તુષનો ત્યાગ નિયમથી હોય છે જ. આ ન્યાયથી સર્વ સંગના પરિત્યાગરૂપ બહિરંગ દ્રવ્યલિંગ હોતાં, ભાવલિંગ હોય કે ન હોય, નિયમ નથી. પરંતુ અત્યંતરમાં ભાવલિંગ હોતાં, સર્વ સંગના પરિત્યાગરૂપ દ્રવ્યલિંગ હોય જ છે.” ૫૦. તેમાં પ્રથમ વિકલચારિત્ર કહે છે तद इति ग पुस्तके। " न हि शालितंदुलस्य बहिरंगतुषे विद्यमाने सत्यभ्यंत्तरतुश्चस्य त्यागः कर्तुमायाति अभ्यंतरतुषत्यागे सति नहिरंग तुषत्यागो नियमेन अवत्येव। अनेन न्यायेन सर्वसंगपरित्यागरूपे बहिरंग द्रव्यलिंगे सवि भावलिंग अवति न भवति या नियमो नास्ति, अभ्यंतरे तु भावलिंगे सति सर्वसंगपरित्यागरूपं દ્રવ્યત્તિ ભવત્વેત્તિ....” (श्री समयसार गाथा ४१४ श्री जयसेनाचार्यकृत टीका पृष्ठ ५३९) Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008299
Book TitleRatnakarandak Shravakachar
Original Sutra AuthorSamantbhadracharya
AuthorChotalal Gulabchand Gandhi
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Religion
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy