________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૦
રત્નકરણ્ડક શ્રાવકાચાર [ભગવાન શ્રી કુંદકુંદचारित्रप्रतिपादकं शास्त्रमाचाराङ्गादि। कथंभूतं ? 'चारित्रोत्पत्तिवृद्धिरक्षाङ्ग' चारित्रस्योत्पत्तिश्च वृद्धिश्च रक्षा च तासामङ्गं कारणं अंगानि वा कारणानि प्ररुप्यन्ते यत्र। केषां तदङ्ग ? 'गृहमेध्यनगाराणां' गृहमेघिनः श्रावका: अनगारा मुनयस्तेषां।। ४५।। “ચારિત્રોત્તવૃદ્ધિ રક્ષા#' ચારિત્રની ઉત્પત્તિ, વૃદ્ધિ અને રક્ષાના અંગની કારણની અથવા કારણોની-જેમાં પ્રરૂપણા કરવામાં આવી છે તેવા (શાસ્ત્રને). કોનાં ચારિત્રની ઉત્પત્તિ, વૃદ્ધિ અને રક્ષાનાં કારણભૂત? “ગૃહમેશ્ચન IIRTH' શ્રાવકો અને મુનિઓનાં (ચારિત્રની ઉત્પત્તિ, વૃદ્ધિ અને રક્ષાના કારણભૂત છે.
ભાવાર્થ :- જે શાસ્ત્રમાં ગૃહસ્થ અને મુનિઓના ચારિત્રની ઉત્પત્તિ, વૃદ્ધિ અને રક્ષાના કારણોનું વર્ણન હોય તેને ચરણાનુયોગ કહે છે. આ અનુયોગ પણ સમ્યજ્ઞાનનો વિષય છે, અર્થાત્ ગૃહસ્થ અને મુનિઓના ચારિત્રની ઉત્પત્તિ, વૃદ્ધિ અને રક્ષાના કારણભૂત ચરણાનુયોગ શાસ્ત્ર છે એમ સમ્યજ્ઞાન (ભાવશ્રુતજ્ઞાન ) જાણે છે.
વિશેષ
ચરણાનુયોગનું પ્રયોજન “ચરણાનુયોગમાં નાના પ્રકારનાં ધર્મસાધન નિરૂપણ કરી જીવોને ધર્મમાં લગાવીએ છીએ. જે જીવ હિત-અહિતને જાણતો નથી અને હિંસાદિ પાપકાર્યોમાં તત્પર થઈ રહ્યો છે, તેને જેમ તે પાપકાર્યોને છોડી ધર્મકાર્યોમાં જોડાય તેમ અહીં ઉપદેશ આપ્યો છે. તેને જાણી જિનધર્માચરણ કરવાને સન્મુખ થતાં તે જીવ ગૃહસ્થ-મુનિ-ધર્મનું વિધાન સાંભળી પોતાનાથી જેવો ધર્મ સધાય તેવા ધર્મસાધનમાં લાગે છે. એવા સાધનથી કષાય પણ મંદ થાય છે અને તેના ફળમાં એટલું તો થાય છે કે તે કુગતિનાં દુઃખ ન પામતાં સુગતિનાં સુખ પામે. વળી એવા સાધનથી જૈનમતનાં નિમિત્ત પણ બન્યાં રહે છે. ત્યાં તેને તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ થવાની હોય તો થઈ જાય.
બીજાં જે જીવ તત્ત્વજ્ઞાની થઈ આ ચરણાનુયોગને અભ્યાસે છે તેને એ બધાં આચરણ પોતાના વીતરાગભાવ અનુસાર ભાસે છે. એકદેશ વા સર્વદેશ. વીતરાગતા થતાં એવી શ્રાવક-મુનિની દશા થાય છે, કારણ કે એ એકદેશ-સર્વદશ વીતરાગતા અને શ્રાવકમુનિ દશાને નિમિત્ત-નૈમિત્તિકપણું હોય છે, એમ જાણી શ્રાવક-મુનિ ધર્મના ભેદોને ઓળખી જેવો પોતાને વીતરાગ ભાવ થયો હોય તેવો તે પોતાને યોગ્ય ધર્મ હોય તેને સાધે છે. તેમાં પણ જેટલો અંશ વીતરાગતા હોય છે તેને તે કાર્યકારી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com