________________
૧૨૮
नरकतिर्यग्मनुष्यदेवलक्षणानामादर्शमिव।। ४४।।
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
રત્નકરણ્ડક શ્રાવકાચાર
66
યથાવત્ જાણવામાં દર્પણ સમાન છે–એમ શ્રુતજ્ઞાન (સમ્યજ્ઞાન ) જાણે છે.
વિશેષ
[ભગવાનશ્રીકુંદકુંદ
કરણ એટલે ગણિત કાર્યના કારણરૂપ જે સૂત્ર, તેનો જેમાં ‘અનુયોગ ’ અર્થાત્ અધિકાર હોય તે કરણાનુયોગ છે. આ અનુયોગમાં ગણિત-વર્ણનની મુખ્યતા છે.
,, ૧
..
કરણાનુયોગનું પ્રયોજન
કરણાનુયોગમાં જીવોની વા કર્મોની વિશેષતા તથા ત્રિલોકાદિકની રચના નિરૂપણ કરી જીવોને ધર્મમાં લગાવ્યા છે. જે જીવ ધર્મમાં ઉપયોગ લગાવવા ઇચ્છે છે તે જીવોનાં ગુણસ્થાન-માર્ગણાદિ ભેદ તથા ત્રણ લોકમાં નક-સ્વર્ગાદિનાં ઠેકાણાં ઓળખી પાપથી વિમુખ થઈ ધર્મમાં લાગે છે. વળી જો એવા વિચારોમાં ઉપયોગ ૨મી જાય તો પાપપ્રવૃત્તિ છૂટી સ્વયં તત્કાળ ધર્મ ઊપજે છે, તથા તેના અભ્યાસથી તત્ત્વજ્ઞાનની પણ પ્રાપ્તિ થાય છે. વળી આવું સૂક્ષ્મ અને યથાર્થ પદાર્થકથન જૈનમતમાં જ છે, અન્ય ઠેકાણે નથી એવો તેનો મહિમા જાણી તે જૈનમતનો શ્રદ્ધાની થાય છે.
“બીજું જે જીવ તત્ત્વજ્ઞાની હોય તે આ કરણાનુયોગનો અભ્યાસ કરે તો તેને આ તેના વિશેષણરૂપ ભાસે છે; જેમ જીવાદિક તત્ત્વોને પોતે જાણે છે, હવે તેના જ વિશેષ (ભેદ ) કરણાનુયોગમાં કર્યા છે. તેમાં કોઈ વિશેષણ તો યથાવત્ નિશ્ચયરૂપ છે તથા કોઈ ઉપચાર સહિત વ્યવહારરૂપ છે. કોઈ દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવાદિકનું સ્વરૂપ પ્રમાણાદિકરૂપ છે તથા કોઈ નિમિત્ત-આશ્રયાદિની અપેક્ષા સહિત છે, ઇત્યાદિ અનેક પ્રકારનાં વિશેષણ ત્યાં નિરૂપણ કર્યાં છે. તેને જેમ છે તેમ જાણીને આ કરણાનુયોગને અભ્યાસે તો એ
અભ્યાસથી તત્ત્વજ્ઞાન નિર્મળ થાય છે...
“વળી અન્ય ઠેકાણે ઉપયોગને લગાવે તો રાગાદિકની વૃદ્ધિ થાય તથા છદ્મસ્થનો ઉપયોગ નિરંતર એકાગ્ર રહે નહિ, માટે જ્ઞાની પુરુષ આ કરણાનુયોગના અભ્યાસમાં પોતાનો ઉપયોગ લગાવે છે, જે વડે કેવળજ્ઞાન વડે દેખેલા પદાર્થોનું જાણપણું તેને થાય છે. ભેદ માત્ર ત્યાં પ્રત્યક્ષ-અપ્રત્યક્ષનો જ છે, પણ ભાસવામાં
૧. મોક્ષમાર્ગ પ્રકાશક, ગુજરાતી આવૃત્તિ, પૃષ્ઠ ૨૭૩.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com