________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા] રત્નકરણઠક શ્રાવકાચાર
૧૧૭
ચરિત કથન છે; વાસ્તવમાં તે સમ્યકત્વનું ફળ નથી પણ ભૂમિકાનુસાર વર્તતા તેના સહુચરરૂપસ શુભ રાગનું તે ફળ છે એમ સમજવું.
વિશેષ
સમ્યગ્દષ્ટિને દર્શનમોહનો અભાવ હોવાથી તેમને સત્યાર્થ શ્રદ્ધાન, સત્યાર્થ જ્ઞાન પ્રગટ હોય છે અને મિથ્યાત્વ સાથે અનંતાનુબંધી કષાયનો પણ અભાવ હોવાથી તેને સ્વરૂપચરણચરિત્ર પણ અંશે હોય છે.
જોકે અપ્રત્યાખ્યાનાવરણના ઉદયને લીધે તેને દેશચારિત્ર અને પ્રત્યાખ્યાનાવરણના ઉદયને લીધે સકલચારિત્ર પ્રગટયું નથી, તોપણ તેને દેહાદિક પરદ્રવ્ય તથા રાગ-દ્વેષાદિ કર્મભનિત પરભાવમાં એવું દઢ ભેદજ્ઞાન થયું છે કે તે પોતાના જ્ઞાનદર્શનરૂપ જ્ઞાનસ્વભાવમાં જ આત્મબુદ્ધિ રાખે છે અને પર્યાયમાં આત્મબુદ્ધિ સ્વપ્નમાં પણ રાખતો નથી.
સમ્યગ્દષ્ટિ ચિંતવન કરે છે કે- “ભગવાન અને પરમાગમનું શરણ ગ્રહી, અંતર્મુખ થઈ, જ્ઞાનદષ્ટિથી અવલોકન કર. સ્પર્શ, રસ, ગંધ, વર્ણાદિ-એ તારું સ્વરૂપ નથી, તે પુદ્ગલનું સ્વરૂપ છે. ક્રોધાદિ કષાય-ભાવ કર્મભનિત વિકાર છે, તે તારા સ્વરૂપથી ભિન્ન છે. દેવ, મનુષ્યાદિક પર્યાય તથા મનુષ્યાદિ ચાર ગતિ આત્માનું સ્વરૂપ નથી, તે કર્મજનિત છે, વિનાશિક છે.
વળી તે ચિંતવે છે કે- “હું ગોરો કે શ્યામ નથી, રાજા કે રંક નથી, બળવાન કે નિર્બળ નથી, સ્વામી કે સેવક નથી, રૂપવાન કે કુરૂપ નથી, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય નથી,
સ્ત્રી કે પુરુષ નથી, હું દેહ, ઇન્દ્રિયો કે મન નથી, કારણ કે એ સર્વે કર્મના ઉદયજનિત પુદ્ગલના વિકાર છે, એ રૂપ આત્માનું નથી, મારું સ્વરૂપ તો જ્ઞાતા-દ્રષ્ટા છે વગેરે.'
સમ્યગ્દષ્ટિને આવું ભેદજ્ઞાન હોવાથી તેને પરમાં આત્મબુદ્ધિ, પર્યાયબુદ્ધિ, નિમિત્તબુદ્ધિ, વ્યવહારબુદ્ધિ અને કર્તબુદ્ધિ છૂટી જાય છે, તેથી પરભાવોથી વિમુખ થઈ તે સ્વસમ્મુખ થાય છે અને સત્ય શ્રદ્ધા-જ્ઞાનના બળથી યા જ્ઞાન-વૈરાગ્ય શક્તિના પ્રભાવથી તે આત્મસ્વરૂપમાં સ્થિર થવાનો નિરંતર અભ્યાસ કરે છે અને નિર્વિકારઅતીન્દ્રિય આનંદનો અનુભવ કરે છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com