________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૩
કહાનજૈનશાસ્ત્રમાળા] રત્નકરણ્ડક શ્રાવકાચાર तिर्यग्लोकस्वामिनश्चक्रवर्तिनः। न केवलेमेतैरेव तूनपादाम्भोजाः, किन्तु 'यमधरपतिभिश्च' यमं व्रतं धरन्ति ये ते यमधरा मुनयस्तेषां पतयो गणधरास्तैश्च। पुनरपि कथंभूतास्ते? ' सुनिश्चितार्था' शोभनो निश्चितः परिसमाप्ति गतोऽर्थो धर्मादिलक्षणो येषां। तथा 'लोकशरण्याः' अनेकविधदुःखदायिभिः कर्मारातिभिरूपद्रुतानां लोकानां शरणे સાધવદા રૂા
तथा मोक्षप्राप्तिरपि सम्यग्दर्शनशुद्धानामेव भवतीत्याह
આદિ અને નરપતિ એટલે તિર્યશ્લોકના (મધ્યલોકના) સ્વામી-ચક્રવર્તીઓ દ્વારા ફક્ત તેમના દ્વારા જ (તેમનાં) ચરણકમળો પ્રશસિત છે એટલું જ નહિ કિન્તુ
યમધરપતિમિ' જે યમ એટલે વ્રતને ધારણ કરે છે તે મધરો-મુનિઓ, તેમના પતિગણધરો, તેમના દ્વારા પણ ( પ્રશંસિત છે). વળી તેઓ કેવા છે? “સુનિશ્ચિત:' જેમને ધર્માદિરૂપ અર્થ સારી રીતે નિશ્ચિત થયો છે અર્થાત્ પરિસમાપ્તિએ (પૂર્ણતાએ) પામ્યો છે, (અર્થાત્ જેમને ધર્માદિ પદાર્થોનો સમ્યક પ્રકારે સંપૂર્ણપણે નિશ્ચય થયો છે-શ્રદ્ધાન થયું છે) તેવા તથા “નોરખ્યા:' અનેક પ્રકારના દુઃખદાયી કર્મ-શત્રુઓ દ્વારા ઉપદ્રવ પામેલા લોકોના જેઓ શરણભૂત છે એવા.
ભાવાર્થ :- સમ્યગ્દષ્ટિ જીવ મૃત્યુ બાદ સમ્યકત્વના માહાભ્યથી દેવેન્દ્ર, ધરણેન્દ્ર, ચક્રવર્તી તથા ગણધરો દ્વારા પૂજનીય થાય છે તથા ત્રણ લોકના શરણભૂત, ધર્મચક્રના ધારક તીર્થકર પણ થાય છે.
તીર્થંકરદેવ ત્રણ લોકના અધિપતિઓ દ્વારા પૂજનીય છે-એ બતાવે છે કે ત્રણ લોકમાં તીર્થંકરદેવનું પુણ્ય-ફળ સૌથી ઉત્કૃષ્ટ છે. વળી જ્ઞાનીઓ અને ત્યાગીઓમાં ગણધર સૌથી મોટા છે, તેઓ પણ શ્રોતાઓની કોટિમાં બેસી ધર્મ શ્રવણ કરે છે, તે બતાવે છે કે ધર્મમાં પણ તીર્થંકરદેવ સૌથી ઉત્તમ છે. વિહારકાળે તેમની મહત્તાસૂચક એક ધર્મચક્ર તીર્થકર ભગવાનની આગળ ચાલે છે.
આ પ્રમાણે ત્રણ લોકના રાજા-મહારાજાઓ, ઇન્દ્રો, જ્ઞાનીઓ, ત્યાગીઓ, ધર્માત્માઓ-સર્વે જેમને પૂજે છે, જેમનું શરણ લે છે-એવા સામર્થ્યશાળી અલૌકિક પુરુષતીર્થંકરદેવ-સમ્યગ્દર્શનના જ માહાભ્યથી થાય છે. ૩૯.
તથા મોક્ષની પ્રાપ્તિ પણ શુદ્ધ સમ્યગ્દષ્ટિને જ થાય છે તે કહે છે
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com