________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦૮
રત્નકરણ્ડક શ્રાવકાચાર [ભગવાન શ્રી કુંદકુંદसहजा अहार्या च बुद्धिः, वीर्य विशिष्टं सामर्थ्य , यशो विशिष्टा ख्यातिः वृद्धिः कलत्रपुत्रपौत्रादिसम्पत्तिः, विजयः पराभिभवेनात्मनो गुणोत्कर्षः, विभवो धनधान्यद्रव्यादिसम्पत्तिः, एतैः सनाथा सहिताः। तथा 'माहाकुला' महच्च तत् कुलं च माहाकुलं तत्र भवाः। 'महार्था' महान्तोऽर्था धर्मार्थकाममोक्षलक्षणा येषाम्।।३६ ।। ‘વિદ્યા' સહજ અહાર્ય (અતિશયરૂપ) બુદ્ધિ, “વીર્યે ' વિશિષ્ટ બલ-સામર્થ્ય, “યશો.' વિશિષ્ટ ખ્યાતિ, વૃદ્ધ:' સ્ત્રી-પૌત્રાદિરૂપ સંપતિ, 'વિનય:' પરના પરાભવથી પોતાના ગુણોનો ઉત્કર્ષ અને “વિમવ:' ધન, ધાન્ય, દ્રવ્યાદિ સંપતિ-એ સર્વથી યુક્ત છે જેઓ એવા તથા “મદિના :' જેઓ ઉચ્ચ કુળમાં ઉત્પન્ન થાય છે એવા અને “મદાર્થો:' જેમને ધર્મ, અર્થ, કામ અને મોક્ષરૂપ મહાન અર્થો સાધ્ય છે એવા (અર્થાત્ જેઓ ધર્મ, અર્થ, કામ અને મોક્ષના સાધક છે એવા) – સમ્યગ્દષ્ટિ જીવો મનુષ્યના તિલક થાય છે.
ભાવાર્થ - શુદ્ધ સમ્યગ્દષ્ટિ જીવો (મરીને) ઉત્સાહ, પ્રતાપ, કાંતિ, બળ, વિદ્યા, કીર્તિ, ઉન્નતિ, વિજય અને સંપત્તિ સહિત ઉચ્ચ કુળવાન અને ધર્મ-અર્થાદિ પુરુષાર્થોના સાધક મનુષ્યોના શિરોમણિ રાજા થાય છે.
વિશેષ સમ્યગ્દષ્ટિને શુદ્ધતાની સાથે સહચરરૂપે શુભભાવ પણ હોય છે. તે શુભભાવને અહીં વ્યવહારધર્મ સમજવો. તેના ફળરૂપે તેને લક્ષ્મી વગેરેનો સંયોગ થાય છે. પરંતુ તેને પુણ્યભાવનું કે તેના ફળરૂપ સંયોગી પદાર્થનું સ્વામીત્વ હોતું નથી, શ્રદ્ધામાં- અભિપ્રાયમાં તેનો સ્વીકાર નથી.
ચારિત્રની નબળાઈના કારણે તેનું સંયોગી પદાર્થ તરફ લક્ષ જાય છે, પરંતુ તે સંયોગી ભાવની સાથે પણ તે એકતા કરતો નથી, તેથી મોક્ષનો પુરુષાર્થ ચાલુ રાખી, તે બધાનો અભાવ કરી મોક્ષ પ્રાપ્ત કરે છે. તેનું નામ ધર્મ-અર્થ-કામ અને મોક્ષનો પુરુષાર્થ છે એમ સમજવું. આ દષ્ટિએ જ સમ્યગ્દષ્ટિ જીવોને “મદાર્થો:' અર્થાત્ ધર્મ-અર્થ-કામ અને મોક્ષના સાધક કહ્યા છે.
જેમ ખેડૂત અનાજ માટે ખેતી કરે છે, પરંતુ તેને અનાજ સાથે અનાયાસે ખડની (ઘાસની) પણ પ્રાપ્તિ થાય છે, તેમ સમ્યગ્દષ્ટિને મોક્ષ માટે પુરુષાર્થ વચ્ચે સહજપણેઅનાયાસે ચક્રવર્તીપદાદિ પુણ્યની સામગ્રી મળ્યા વગર રહેતી નથી. (જાઓ, પરમાત્મપ્રકાશ ગાથા ૬૧, સંસ્કૃત ટીકા, અધ્યાય અને બૃહદ્ દ્રવ્યસંગ્રહ (હિન્દી)
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com