________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦૬
રત્નકરણ્ડક શ્રાવકાચાર
૨ત્ન કરડક શ્રાવકાચા૨
[ ભગવાનશ્રીકુંદકુંદ
શુભ ઉપયોગ રૂપ પર્યાય છે. (જુઓ, શ્રી પ્રવચનસાર ગાથા ૧૫૭ અને તેની ટીકા )."
વ્યવહાર સમ્યગ્દર્શન તે શુભાશુભ હોવાથી બંધનું કારણ છે અને નિશ્ચય સમ્યગ્દર્શન શુદ્ધ પર્યાય હોવાથી સંવર-નિર્જરાનું કારણ છે, તેથી ઉપરોક્ત એકતાલીસ પ્રકૃતિઓનો બંધ થતો નથી, તેનો સંવર થાય છે.
વળી અવ્રતી સમ્યગ્દષ્ટિ નરકાદિને પ્રાપ્ત કરતો નથી, તેનું કારણ એ છે કે મિથ્યાદષ્ટિને જેવા અનંતાનુબંધી તીવ્ર કષાયો હોય છે, તેવા તીવ્ર કષાયો તેને હોતા નથી. તેને આર્ત અને રૌદ્ર પરિણામ થાય છે, પણ મિથ્યાદષ્ટિની જેમ તેઓ તેને તિર્યંચ કે નરકગતિનું કારણ થતા નથી. કારણ કે “નિજ શુદ્ધાત્મા જ ગ્રહણ કરવા યોગ્ય છે” –એવી ભાવના તેને નિરંતર વર્તે છે.
બૃહદ્ દ્રવ્યસંગ્રહ ગાથા ૪૮ની સંસ્કૃત ટીકામાં કહ્યું છે કે
... આર્તધ્યાન તારતમ્યતાથી મિથ્યાદષ્ટિ ગુણસ્થાનથી પ્રમત્ત ગુણસ્થાન સુધીના જીવોને હોય છે. આ આધ્યાન, જો કે મિથ્યાદષ્ટિ જીવોને. તિર્યંચ ગતિના બંધનું કારણ થાય છે, તથાપિ જે જીવને સમ્યકત્વ પ્રાપ્તિની પહેલાં તિર્યંચ આયુનો બંધ થઈ ચૂક્યો હોય તે સિવાય અન્ય સમ્યગ્દષ્ટિને તે આર્તધ્યાન તિર્યંચગતિનું કારણ થતું નથી.
શંકા :- સમ્યગ્દષ્ટિને આર્તધ્યાન તિર્યંચગતિનું કારણ કેમ થતું નથી?
ઉત્તર :- કારણકે “નિજ શુદ્ધાત્મા જ ગ્રહણ કરવા યોગ્ય છે' –એવી વિશિષ્ટ ભાવનાના બળથી સમ્યગ્દષ્ટિ જીવોને તિર્યંચ ગતિના કારણભૂત સંકલેશ પરિણામોનો અભાવ હોય છે.
રૌદ્રધ્યાન મિથ્યાદષ્ટિથી પાંચમા ગુણસ્થાન સુધીના જીવોને હોય છે. તે
૧.
જાણે જિનોને જેહ, શ્રદ્ધ સિદ્ધને અણગારને, જે સાનુકંપ જીવો પ્રતિ, ઉપયોગ છે શુભ તેહને. ૧૫૭. તવિરત-શવિરત–પ્રમત્ત સંયતાનામાં (શ્રી પ્રવચનસાર)
જાઓ-તત્ત્વાર્થસૂત્ર અધ્યાય ૯, સૂત્ર ૩૪. ..... રૌદ્રમવિરત રેશવિરતયો: I
(તત્ત્વાર્થસૂત્ર અધ્યાય ૯, સૂત્ર ૩૫.)
૩.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com