________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા]
રત્નકરણ્ડક શ્રાવકાચાર
૧૦૫
પ્રાતિ પહેલાં જો કોઈ આગળની ગતિના આયુનો બંધ થઈ જાય (આયુબંધની પૂર્વે જ સમ્યકત્વ છૂટી જાય) તો તેમાં પણ ઉત્પન્ન થઈ શકે છે, કિન્તુ સમ્યકત્વના પ્રભાવથી ત્યાં પણ એટલી વિશેષતા થઈ જાય છે, કે સાતમા નરકનો આયુબંધ કર્યો હોય તો તે પ્રથમ નરકનો નારકી થાય, એકેન્દ્રિય નિગોદનો આયુબંધ કર્યો હોય તો તે ઉત્તમ ભોગભૂમિમાં પંચેન્દ્રિય તિર્યંચ થાય, લધ્યપર્યાપ્તક મનુષ્યનો આયુબંધ કર્યો હોય તો તે ઉત્તમ ભોગભૂમિનો મનુષ્ય થાય, વ્યંતરાદિક નીચ દેવોનો આયુબંધ કર્યો હોય તો તે કલ્પવાસી મહર્દિક દેવ થાય, અન્ય સ્થાનોમાં ઊપજે નહિ. “છઢાળા” માં ૩/૧૬ માં કહ્યું છે કે
“પ્રથમ નરક વિન પટું ભૂ જ્યોતિષ, વાન ભવનખંડ નારી,
થાવર વિકલત્રય પશુમેં નહિં, ઉપજત સમદ્દ ધારી.” સમ્યગ્દષ્ટિ જીવ પ્રથમ નરક સિવાય (નરકાયુના બંધ પછી સમ્યકત્વ પામે તો) બાકીના છ નરકોમાં, જ્યોતિષી, વ્યંતર અને ભવનવાસી દેવોમાં, નપુંસકની પર્યાયમાં, સ્ત્રી પર્યાયમાં, સ્થાવર જીવોમાં, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય અને ચાર ઇન્દ્રિય જીવોમાં તથા પશુની પર્યાયમાં ઉત્પન્ન થતો નથી.
વળી અવ્રતી સમ્યગ્દષ્ટિને એકતાલીસ કર્મપ્રકૃતિઓનો નવીન બંધ થતો નથી. (જુઓ, ગોમ્મસાર-કર્મકાર્ડ ગાથા ૯૫-૯૬ ).
વિશેષ આ ગાળામાં સમ્યગ્દર્શન સાથે “શુદ્ધ' વિશેષણ છે અને તેનો અર્થ ટીકાકારે નિર્મળ’ કર્યો છે. તેથી તે શ્રદ્ધા ગુણનો શુદ્ધ પર્યાય છે.
અહીં શુદ્ધ નિશ્ચય નયનો વિષય શુદ્ધ પર્યાય છે. સમ્યગ્દર્શન શુદ્ધ કહો, નિર્મળ કહો, પવિત્ર કહો કે નિશ્ચય સમ્યગ્દર્શન કહો-તે એક જ છે.
તેથી સિદ્ધ થાય છે કે ચોથા ગુણસ્થાનમાં આવતી હોવા છતાં તેને નિશ્ચય સમ્યગ્દર્શન હોય છે.
એવા નિશ્ચય સમ્યગ્દર્શન સાથે ચોથા ગુણસ્થાનમાં સાચા દેવ-શાસ્ત્ર-ગુરુની વ્યવહાર શ્રદ્ધા હોય છે, પરંતુ તે શ્રદ્ધાગુણનો પર્યાય નથી; પણ તે ચારિત્રગુણનો
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com