________________
૯૫
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કાનજૈનશાસ્ત્રમાળા] રત્નકરણ્ડક શ્રાવકાચાર गमने सम्यग्दर्शनकर्णधाराधीना मोक्षमार्गनावः प्रवृत्तिः।। ३१।।
ત્રણ લોક, ત્રણકાળમાં સમ્યગ્દર્શન જેવી સુખકારી બીજી કોઈ વસ્તુ નથી; તે સર્વ ધર્મોનું મૂળ છે. એના વિના ધર્મના નામે થતી બધી ક્રિયા દુઃખકારી છે.
પ્રસ્તુત શ્લોક ૩૧ દર્શાવે છે કે શ્રાવકને પાંચમાં ગુણસ્થાનકે અંશે નિશ્ચય મોક્ષમાર્ગ હોય છે, કેમકે તેને જઘન્ય રત્નત્રયરૂપ મોક્ષમાર્ગ ન હોય તો તેને સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્ર હોઈ શકે નહિ.
વળી તે ત્રણેમાં સમ્યગ્દર્શનની ઉત્કૃષ્ટતા બતાવવા માટે આચાર્યો મૂળ શ્લોકમાં સામાન’ અને ‘ ધાર' શબ્દો વાપર્યા છે અને ટીકાકારે તેને માટે “ઉત્કૃષ્ટ' અને પ્રધાન’ શબ્દોનો ઉપયોગ કર્યો છે.
ભગવાન કુંદકુંદચાર્ય પણ શ્રી પ્રવચનસાર ગાથા ૬ માં સમ્યગ્દર્શનને મોક્ષમાર્ગમાં પ્રધાન” કહ્યું છે.
પ્રધાન કહેવાનું કારણ એ છે કે સંસારસમુદ્રને પાર કરવા માટે સમ્યગ્દર્શનરૂપી કર્ણધારને આધીન મોક્ષમાર્ગરૂપી નૌકાની (નાવની) પ્રવૃત્તિ થઈ શકે છે. તેથી સમ્યગ્દર્શનરૂપી કર્ણધાર વિના મોક્ષમાર્ગરૂપી નૌકા કેમ ચાલી શકે? ન જ ચાલી શકે.
વળી શ્રાવકને પોતાને સમ્યગ્દર્શન થયું છે એવી જાણ ન હોય તો તે મોક્ષમાર્ગી કેવી રીતે હોઈ શકે ? માટે સિદ્ધ થયું સમ્યગ્દર્શનની જાણ શ્રાવકને અવશ્ય હોય જ છે.
કરણાનુયોગના શાસ્ત્રમાં પણ કહ્યું છે કે સમ્યગ્દર્શન વિના સાચો સંયમ હોઈ શકે નહિ. શ્રી ધવલ પુસ્તક ૧, પૃષ્ઠ ૧૪૪, શ્લોક ૪ ની ટીકામાં લખ્યું છે કે
“સંયમન કરવાને સંયમ કહે છે. સંયમનું આ પ્રકારનું લક્ષણ કરવાથી દ્રવ્ય-યમ અર્થાત્ ભાવચારિત્રશૂન્ય દ્રવ્યચારિત્ર, સંયમ હોઈ શકતો નથી. કારણ કે સંયમ શબ્દમાં ગ્રહણ કરવામાં આવેલા “સં” શબ્દથી તેનું નિરાકરણ કરી દીધું છે.”
“પૃષ્ઠ ૩૬૯ માં પણ અભેદની અપેક્ષાએ પર્યાયનું પર્યાયીરૂપથી કથન કર્યું છે. સમ' ઉપસર્ગ સમ્યક અર્થનો વાચી છે. તેથી સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનપૂર્વક “યતા:' અર્થાત જેઓ બહિરંગ અને અંતરંગ આસ્રવોથી વિરત છે તેમને સંયત કહે છે.”
(શ્રી ધવલ પુસ્તક ૧, પૃષ્ઠ ૩૬૯ શ્લોક ૧૨૩ ની ટીકા) વળી ધવલ પુસ્તક ૧૩ પૃષ્ઠ ૨૮૮ માં શંકા-સમાધાન દ્વારા કહ્યું છે કેશંકા :- ચારિત્રથી શ્રુતજ્ઞાનની પ્રધાનતા ક્યા કારણથી છે?
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com