________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
પદ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
[ ૫૫
जीवत्वं, चिद्रूपलक्षणं
चेतयितृत्वं, चित्परिणामलक्षण રૂપયોગ:, निर्वर्तितसमस्ताधिकारशक्तिमात्रं प्रभुत्वं समस्तवस्त्वसाधारणस्वरूपनिर्वर्तनमात्रं कर्तृत्वं, स्वरूपभूतस्वातन्त्र्यलक्षणसुखोपलम्भ-रूपं भोक्तृत्वं,
अतीतानंतरशरीरपरिमाणावगाहपरिणामरूपं देहमात्रत्वं, उपाधिसंबंधविविक्तमात्यन्तिकममूर्तत्वम्। कर्मसंयुक्तत्वं तु द्रव्यभावकर्मविप्रमोक्षान्न भवत्येव । द्रव्यकर्माणि हि पुद्गलस्कंधा भावकर्माणि तु चिद्विवर्ताः । विवर्तते हि चिच्छक्तिरनादिज्ञानावरणादिकर्मसंपर्ककूणितप्रचारा परिच्छेद्यस्य विश्वस्यैकदेशेषु क्रमेण व्याप्रियमाणा । यदा तु ज्ञानावरणादिकर्मसंपर्क: प्रणश्यति तदा परिच्छेद्यस्य विश्वस्य
(-સ્વરૂપ ) છે એવું ‘ જીવત્વ’ હોય છે; ચિત્તૂપ જેનું લક્ષણ (-સ્વરૂપ) છે એવું ‘ચેતયિતૃત્વ ’ હોય છે; ચિત્પરિણામ જેનું લક્ષણ (–સ્વરૂપ) છે એવો ‘ઉપયોગ ’ હોય છે; પ્રાપ્ત કરેલા સમસ્ત ( આત્મિક) અધિકારોની *શક્તિમાત્રરૂપ ‘પ્રભુત્વ’ હોય છે; સમસ્ત વસ્તુઓથી અસાધારણ એવા સ્વરૂપની નિષ્પત્તિમાત્રરૂપ (-નિજ સ્વરૂપને રચવારૂપ ) ‘ કર્તૃત્વ' હોય છે; સ્વરૂપભૂત સ્વાતંત્ર્ય જેનું લક્ષણ (–સ્વરૂપ) છે એવા સુખની ઉપલબ્ધિરૂપ ‘ભોક્તત્વ' હોય છે; અતીત અનંત૨ (−છેલ્લા ) શરી૨ પ્રમાણે અવગાહપરિણામરૂપ ‘ દેહપ્રમાણપણું' હોય છે; અને ઉપાધિના સંબંધથી વિવિક્ત એવું આત્યંતિક (સર્વથા ) ‘અમૂર્તપણું' હોય છે. ( મુક્ત આત્માને ) ‘ કર્મસંયુક્તપણું' તો નથી જ હોતું, કારણ કે દ્રવ્યકર્મો અને ભાવકર્મોથી વિમુક્તિ થઈ છે. દ્રવ્યકર્મો તે પુદ્દગલસ્કંધો છે અને ભાવકર્મો તે ચિવિવર્તે છે. ચિત્શક્તિ અનાદિ જ્ઞાનાવરણાદિકર્મોના સંપર્કથી (સંબંધથી ) સંકુચિત વ્યાપારવાળી હોવાને લીધે જ્ઞેયભૂત વિશ્વના ( –સમસ્ત પદાર્થોના ) એક એક દેશમાં ક્રમે વ્યાપાર કરતી થકી વિવર્તન પામે છે. પરંતુ જ્યારે જ્ઞાનાવરણાદિકર્મોનો સંપર્ક વિનાશ પામે છે, ત્યારે
* શક્તિ
સામર્થ્ય; ઈશત્વ. (મુક્ત આત્મા સમસ્ત આત્મિક અધિકારોને ભોગવવામાં અર્થાત્ તેમનો અમલ કરવામાં સ્વયં સમર્થ છે તેથી તે પ્રભુ છે. )
૧. મુક્ત આત્માની અવગાહના ચરમશ૨ી૨પ્રમાણ હોય છે તેથી તે છેલ્લા દેહની અપેક્ષા લઈને તેમને ‘દેહપ્રમાણપણું ' કહી શકાય છે.
૨. વિવિક્ત = ભિન્નઃ રહિત.
=
૩. પૂર્વ સૂત્રમાં કહેલા ‘જીવત્વ’ આદિ નવ વિશેષોમાંથી પ્રથમના આઠ વિશેષો મુક્તાત્માને પણ યથાસંભવ હોય છે, માત્ર એક ‘ કર્મસંયુક્તપણું' હોતું નથી.
૪. ચિદ્વિવર્ત
ચૈતન્યનો પલટો અર્થાત્ ચૈતન્યનું એક વિષયને છોડી અન્ય વિષયને જાણવારૂપે પલટાવું તે; ચિત્શક્તિનું અન્ય અન્ય જ્ઞેયોને જાણવારૂપે પરિણમવું તે.
=
Please inform us of any errors on rajesh@AtmaDharma.com