________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પર ]
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ
जीवो त्ति हवदि चेदा उवओगविसेसिदो पहू कत्ता। भोत्ता य देहमेत्तो ण हि मुत्तो कम्मसंजुत्तो।।२७।।
जीव इति भवति चेतयितोपयोगविशेषितः प्रभुः कर्ता।
भोक्ता च देहमात्रो न हि मूर्तः कर्मसंयुक्तः।। २७।। अत्र संसारावस्थस्यात्मनः सोपाधि निरुपाधि च स्वरूपमुक्तम्।
आत्मा हि निश्चयेन भावप्राणधारणाज्जीवः, व्यवहारेण द्रव्यप्राणधारणाज्जीवः। निश्चयेन चिदात्मकत्वात्, व्यवहारेण चिच्छक्तियुक्तत्वाचेतयिता। निश्चयेनापृथग्भूतेन, व्यवहारेण पृथग्भूतेन चैतन्यपरिणामलक्षणेनोपयोगेनोपलक्षितत्वादुपयोगविशेषितः।
છે જીવ, ચેતયિતા, પ્રભુ, ઉપયોગચિહ, અમૂર્ત છે, કર્તા અને ભોક્તા, શરીરપ્રમાણ, કર્મે યુક્ત છે. ૨૭.
અન્વયાર્થઃ- [ નીવ: તિ ભવતિ] (સંસારસ્થિત) આત્મા જીવ છે, [ રેતયિતા ] ચેતયિતા (ચેતનારો) છે, [ઉપયો/વિષિત:] ઉપયોગલક્ષિત છે, [પ્રમુ: ] પ્રભુ છે, [pī] કર્તા છે, [ મોઝા] ભોક્તા છે, [વેદમાત્ર.] દેહપ્રમાણ છે, [ન દિ મૂર્ત] અમૂર્તિ છે [૨] અને [ »ર્મસંયુp:] કર્મસંયુક્ત છે.
ટીકા- અહીં (આ ગાથામાં) સંસાર-અવસ્થાવાળા આત્માનું *સોપાધિ અને નિરુપાધિ સ્વરૂપ કહ્યું છે.
આત્મા નિશ્ચયે ભાવપ્રાણના ધારણને લીધે “જીવ' છે, વ્યવહાર (અસદભૂત વ્યવહારનયે) દ્રવ્યપ્રાણના ધારણને લીધે “જીવ' છે; નિશ્ચયે ચિસ્વરૂપ હોવાથી ચેતયિતા (ચેતનારો) છે, વ્યવહારે (સદ્દભૂત વ્યવહારનયે) ચિલ્શક્તિયુક્ત હોવાથી “ચુતયિતા છે; નિશ્ચય * અપૃથભૂત એવા ચૈતન્યપરિણામસ્વરૂપ ઉપયોગ વડે લક્ષિત હોવાથી “ઉપયોગલક્ષિત” છે, વ્યવહારે (સભૂત વ્યવહારનયે) પૃથભૂત એવા ચૈતન્યપરિણામસ્વરૂપ ઉપયોગ વડે લક્ષિત હોવાથી “ઉપયોગલક્ષિત' છે; નિશ્ચય
૧. સોપાધિ = ઉપાધિ સહિત; જેમાં પરની અપેક્ષા આવતી હોય એવું. ૨. નિશ્ચયે ચિ7ક્તિને આત્મા સાથે અભેદ છે અને વ્યવહારે ભેદ છે; તેથી નિશ્ચયે આત્મા
ચિન્શક્તિસ્વરૂપ છે અને વ્યવહાર ચિન્શક્તિવાન છે. ૩. અપૃથભૂત = અપૃથક અભિન્ન. (નિશ્ચયે ઉપયોગ આત્માથી અપૃથક છે અને વ્યવહારે પૃથક છે.)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com