________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
પદ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
[ પ૧
इति समयव्याख्यायामन्तनींतषड्द्रव्यपञ्चास्तिकायसामान्यव्याख्यानरूपः पीठबंध: સમાપ્ત:તા
अथामीषामेव विशेषव्याख्यानम्। तत्र तावत् जीवद्रव्यास्तिकायव्याख्यानम्।
એ રીતે જોકે વ્યવહારમાળનું માપ પુદ્ગલ દ્વારા થતું હોવાથી તેને ઉપચારથી પુદગલાશ્રિત કહેવામાં આવે છે તોપણ નિશ્ચયથી તે કેવળ કાળદ્રવ્યના જ પર્યાયરૂપ છે, પુદ્ગલથી સર્વથા ભિન્ન છે-એમ સમજવું. જેમ દસ શેર પાણીના માટીમય ઘડાનું માપ પાણી દ્વારા થતું હોવા છતાં ઘડો માટીના જ પર્યાયરૂપ છે, પાણીના પર્યાયરૂપ નથી, તેમ સમયનિમેષાદિ વ્યવહારકાળનું માપ પુદ્ગલ દ્વારા થતું હોવા છતાં વ્યવહારકાળ કાળદ્રવ્યના જ પર્યાયરૂપ છે, પુદ્ગલના પર્યાયરૂપ નથી.
કાળસંબંધી ગાથાસૂત્રોના કથનનો સંક્ષેપ આ પ્રમાણે છે:- જીવપુગલોના પરિણામમાં ( સમયવિશિષ્ટ વૃત્તિમાં) વ્યવહારે સમયની અપેક્ષા આવે છે; તેથી સમયને ઉત્પન્ન કરનારો કોઈ પદાર્થ અવશ્ય હોવો જોઈએ. આ પદાર્થ તે કાળદ્રવ્ય છે. કાળદ્રવ્ય પરિણમવાથી વ્યવહારકાળ થાય છે અને તે વ્યવહારકાળ પુદ્ગલ દ્વારા અપાતો હોવાથી તેને ઉપચારથી પરાશ્રિત કહેવામાં આવે છે. પંચાસ્તિકાયની માફક નિશ્ચયવ્યવહારરૂપ કાળ પણ લોકરૂપે પરિણત છે એમ સર્વજ્ઞોએ જોયું છે અને અતિ તીક્ષ્ણ દષ્ટિ વડે સ્પષ્ટ સમ્યફ અનુમાન પણ થઈ શકે છે.
કાળસંબંધી કથનનો તાત્પર્યાર્થ નીચે પ્રમાણે ગ્રહવાયોગ્ય છે:- અતીત અનંત કાળમાં જીવને એક ચિદાનંદરૂપી કાળ જ (સ્વકાળ જ) જેનો સ્વભાવ છે એવા જીવાસ્તિકાયની ઉપલબ્ધિ થઈ નથી; તે જીવાસ્તિકાયનું જ સમ્યક શ્રદ્ધાન, તેનું જ રાગાદિથી ભિન્નરૂપે ભેદજ્ઞાન અને તેમાં જ રાગાદિવિભાવરૂપ સમસ્ત સંકલ્પ-વિકલ્પજાળના ત્યાગ વડે સ્થિર પરિણતિ કર્તવ્ય છે. ર૬.
આ રીતે (શ્રીમદભગવકુંદકુંદાચાર્યદેવપ્રણીત શ્રી પંચાસ્તિકાયસંગ્રહ શાસ્ત્રની શ્રી અમૃતચંદ્રાચાર્યવિવિરચિત) સમયવ્યાખ્યા નામની ટીકામાં પદ્રવ્ય-પંચાસ્તિકાયના સામાન્ય વ્યાખ્યાનરૂપ પીઠિકા સમાપ્ત થઈ.
હવે તેમનું જ (-પદ્રવ્ય અને પંચાસ્તિકાયનું જ) વિશેષ વ્યાખ્યાન કરવામાં આવે છે. તેમાં પ્રથમ, જીવદ્રવ્યાસ્તિકાયનું વ્યાખ્યાન છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com