________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
પદ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
णत्थि चिरं वा खिप्पं मत्तारहिदं तु सा वि खलु मत्ता। पोग्गलदव्वेण विणा तम्हा कालो पड्डच्चभवो ।। २६ ।।
नास्ति चिरं वा क्षिप्रं मात्रारहितं तु सापि खलु मात्रा । पुद्गलद्रव्येण विना तस्मात्काल प्रतीत्यभवः ।। २६ ।।
ચિર
શીઘ્ર ’ નહિ માત્રા વિના, માત્રા નહીં પુદ્ગલ વિના, તે કારણે પર-આશ્રયે ઉત્પન્ન ભાષ્યો કાળ આ. ૨૬.
96
[ ૪૯
ભાવાર્થ:- ‘સમય’ નિમિત્તભૂત એવા મંદ ગતિએ પરિણત પુદ્દગલ-૫૨માણુ વડે પ્રગટ થાય છે- મપાય છે. (અર્થાત્ પરમાણુને એક આકાશપ્રદેશથી બીજા અનંતર આકાશપ્રદેશે મંદગતિથી જતાં જે વખત લાગે તેને સમય કહેવામાં આવે છે). ‘નિમેષ ’ આંખના વીંચાવાથી પ્રગટ થાય છે (અર્થાત્ ખુલ્લી આંખને વીંચાતા જે વખત લાગે તેને નિમેષ કહેવામાં આવે છે અને તે એક નિમેષ અસંખ્યાત સમયોનો હોય છે). પંદર નિમેષની એક ‘કાષ્ઠા', ત્રીશ કાષ્ઠાની એક ‘ કળા ’, વીશથી કાંઈક અધિક કળાની એક ‘ઘડી’ અને બે ઘડીનું એક ‘મહૂર્ત બને છે). ‘અહોરાત્ર' સૂર્યના ગમનથી પ્રગટ થાય છે (અને તે એક અહોરાત્ર ત્રીશ મુહૂર્તનું હોય છે) ત્રીશ અહોરાત્રનો એક ‘માસ’, બે માસની એક ‘ઋતુ’ ત્રણ ઋતુનું એક ‘અયન અને બે અયનનું એક ‘વર્ષ’ બને છે. આ બધો વ્યવહારકાળ છે. ‘ પલ્યોપમ ’, ‘સાગરોપમ ’ વગેરે પણ વ્યવહારકાળના ભેદો છે.
.
'
ઉપરોકત સમય-નિમેષાદિ બધાય ખરેખર કેવળ નિશ્ચયકાળના જ (-કાળદ્રવ્યના જ) પર્યાયો છે પરંતુ તેઓ ૫૨માણુ વગેરે દ્વારા પ્રગટ થતા હોવાથી (અર્થાત્ ૫૨ પદાર્થો દ્વારા માપી શકાતા હોવાથી ) તેમને ઉપચારથી પરાશ્રિત કહેવામાં આવે છે. ૨૫.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
અન્વયાર્થ:- [વિર વા ક્ષિપ્રં ] ‘ચિર’ અથવા ‘ક્ષિપ્ર’ એવું જ્ઞાન (−બહુ કાળ અથવા થોડો કાળ એવું જ્ઞાન ) [ માત્રારહિત તુ] પરિમાણ વિના (-કાળના માપ વિના) [ન અસ્તિ] હોય નહિ; [ સા માત્રા અવિ] અને તે પરિમાણ [વસ્તુ] ખરેખર [પુન્નાદ્રવ્યેળ વિના] પુદ્દગલદ્રવ્ય વિના થતું નથી; [તસ્માત્] તેથી [ાત:પ્રતીત્યમવ: ] કાળ આશ્રિતપણે ઊપજનારો છે (અર્થાત્ વ્યવહારકાળ પરનો આશ્રય કરીને ઊપજે છે એમ ઉપચારથી કહેવાય છે ).