________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
પડદ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
| [ ૪૭
व्यपगतपश्चवर्णरसो व्यपगतद्विगन्धाष्टस्पर्शश्च । अगुरुलघुको अमूर्तो वर्तनलक्षणश्च काल इति।।२४।।
અન્વયાર્થ:- [ તિ: તિ] કાળ (નિશ્ચયકાળ) [ વ્યા/તપશ્ચવર્ણરસ: ] પાંચ વર્ણ ને પાંચ રસ રહિત, [ વ્યાતિદિન્યાણસ્પર્શ: ] બે ગંધ ને આઠ સ્પર્શ રહિત, [સારુનધુ: અગુરુલઘુ, [મૂર્તઃ] અમૂર્ત [૨] અને [વર્તનનક્ષT:] વર્તનાલક્ષણવાળો છે.
*ભાવાર્થ- અહીં નિશ્ચયકાળનું સ્વરૂપ કહ્યું છે.
લોકાકાશના એકેક પ્રદેશે એકેક કાળાણું (કાળદ્રવ્ય) સ્થિત છે. આ કાળાણું (કાળદ્રવ્ય) તે નિશ્ચયકાળ છે. અલોકાકાશમાં કાળાણુ(કાળદ્રવ્ય) નથી.
આ કાળ (નિશ્ચયકાળ) વર્ણ-ગંધ-રસ-સ્પર્શ રહિત છે. વર્ણાદિ રહિત હોવાથી અમૂર્ત છે અને અમૂર્ત હોવાથી સૂક્ષ્મ, અતીન્દ્રિયજ્ઞાનગ્રાહ્ય છે. વળી તે પગુણહાનિવૃદ્ધિસહિત અગુસ્લઘુત્વસ્વભાવવાળો છે. કાળનું લક્ષણ વર્તનાતુત્વ છે; એટલે કે, જેમ શિયાળામાં સ્વયં અધ્યયનક્રિયા કરતા પુરુષને અગ્નિ સહકારી (બહિરંગ નિમિત્ત) છે અને જેમ સ્વયં ફરવાની ક્રિયા કરતા કુંભારના ચાકને નીચની ખીલી સહકારી છે તેમ નિશ્ચયથી સ્વયમેવ પરિણામ પામતાં જીવ-પુદ્ગલાદિ દ્રવ્યોને (વ્યવહારથી) કાળાણુરૂપ નિશ્ચયકાળ બહિરંગ નિમિત્ત છે.
પ્રશ્ન:- અલોકમાં કાળદ્રવ્ય નથી તો ત્યાં આકાશની પરિણતિ કઈ રીતે થઈ શકે?
ઉત્તર- જેમ લટકતી મોટી દોરીને, મોટા વાંસને કે કુંભારના ચાકને એક જ જગ્યાએ સ્પર્શવા છતાં સર્વત્ર ચલન થાય છે, જેમ મનોજ્ઞ સ્પર્શનેન્દ્રિયવિષયનો કે રસનેન્દ્રિયવિષયનો શરીરના એક જ ભાગમાં સ્પર્શ થવા છતાં આખા આત્મામાં સુખાનુભવ થાય છે અને જેમ સર્પદંશ કે વ્રણ (જખમ) વગેરે શરીરના એક જ ભાગમાં થવા છતાં આખા આત્મામાં દુઃખવેદના થાય છે, તેમ કાળદ્રવ્ય લોકાકાશમાં જ હોવા છતાં આખા આકાશમાં પરિણતિ થાય છે કારણ કે આકાશ અખંડ એક દ્રવ્ય છે.
* શ્રી અમૃતચંદ્રાચાર્યદેવે આ ૨૪ મી ગાથાની ટીકા લખી નથી તેથી ગુજરાતી અનુવાદમાં અવયાર્થ
પછી તુરત જ ભાવાર્થ લખવામાં આવ્યો છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com