________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
પદ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
[ ૧૧
त्वाव्यवस्थितत्वादवसेयम्। अस्तित्वे नियतानामपि न तेषामन्यमयत्वम्, यतस्ते सर्वदैवानन्य-मया आत्मनिर्वृत्ताः । अनन्यमयत्वेऽपि तेषामस्तित्वनियतत्वं नयप्रयोगात्। द्वौ हि नयौ भगवता प्रणीतौ- द्रव्यार्थिक: पर्यायार्थिकश्च। तत्र न खल्वेकनयायत्तादेशना किन्तु तदुभयायता। ततः पर्यायादेशादस्तित्वे स्वतः कथंचिद्भिन्नऽपि व्यवस्थिताः द्रव्यार्थादेशात्स्वयमेव सन्तः सतोऽनन्यमया भवन्तीति। कायत्वमपि तेषामणुमहत्त्वात्। अणवोऽत्र प्रदेशा मूर्तोऽमूर्ताश्च निर्विभागांशास्तैः महान्तोऽणुमहान्तः प्रदेशप्रचयात्मका इति सिद्धं तेषां कायत्वम्। अणुभ्यां । महान्त इतिः व्यत्पत्त्या
( નિશ્ચિત રહેલા) હોવાથી તેમને સામાન્યવિશેષ-અસ્તિત્વ પણ છે એમ નક્કી કરવું. તેઓ અસ્તિત્વમાં નિયત હોવા છતાં (જેમ વાસણમાં રહેલું ધી વાસણથી અન્યમય છે તેમ) અસ્તિત્વથી અન્યમય નથી; કારણ કે તેઓ સદાય પોતાથી નિષ્પન્ન (અર્થાતપોતાથી સત્ ) હોવાને લીધે (અસ્તિત્વથી) અનન્યમય છે (જેમ અરિ ઉષ્ણતાથી અનન્યમય છે તેમ).
અસ્તિત્વથી અનન્યમય’ હોવા છતાં તેમનું અસ્તિત્વમાં નિયતપણું” નયપ્રયોગથી છે. બે નયો ભગવાને કહ્યા છે- દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક. ત્યાં કથન એક નયને આધીન હોતું નથી પરંતુ તે બન્ને નયોને આધીન હોય છે. માટે તેઓ પર્યાયાર્થિક કથનથી જે પોતાથી કથંચિત્ ભિન્ન પણ છે એવા અસ્તિત્વમાં વ્યવસ્થિત (નિશ્ચિત રહેલાં) છે. અને દ્રવ્યાર્થિક કથનથી સ્વયમેવ સત્ (વિધમાન, હયાત ) હોવાને લીધે અસ્તિત્વથી અનન્યમય છે.
તેમને કાયપણું પણ છે કારણ કે તેઓ અણુમહાન છે. અહીં અણુઓ એટલે પ્રદેશો-મૂર્ત અને અમૂર્ત નિર્વિભાગ (નાનામાં નાના) અંશો; “તેમના વડ (બહુ પ્રદેશો વડ) મહાન હોય” તે અણુમહાન એટલે કે પ્રદેશ પ્રચયાત્મક (–પ્રદેશોના સમૂહમય) હોય તે અણુમહાન. આ રીતે તેમને (ઉપર્યુકત પાંચ દ્રવ્યોને) કાયવ સિદ્ધ થયું. (ઉપર જે અણુમહાનની વ્યુત્પત્તિ કરી તેમાં અણુઓને અર્થાત પ્રદેશોને માટે બહુવચન વાપર્યું છે અને સંસ્કૃત ભાષાના નિયમ પ્રમાણે બહુવચનમાં દ્વિવચન સમાતું નથી તેથી હવે વ્યુત્પત્તિમાં જરા ભાષાનો ફેર કરીને દ્વિ-અણુક સ્કંધોને પણ અણુમાન બતાવીને તેમનું કાયત્વ સિદ્ધ કરવામાં આવે છે.) “બે અણુઓ (-બે પ્રદેશો) વડે મહાન હોય” તે અણુમહાન- એવી વ્યુત્પત્તિથી દ્વિ-અણુક પુદ્ગલસ્કંધોને પણ (અણુમહાનપણું હોવાથી) કાયત્વ છે. (હવે પરમાણુઓને અણુમહાનપણું કઈ રીતે છે તે બતાવીને પરમાણુઓનું પણ કાયવ સિદ્ધ કરવામાં
Please inform us of any errors on rajesh@AtmaDharma.com