________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updafes
૧૨ ]
પંચાસ્તિકાય સંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ
द्व्यणुकपुद्गलस्कन्धानामपि तथाविधत्वम् । अणवश्च महान्तश्च व्यक्तिशक्तिरूपाभ्यामिति परमाणु-नामेकप्रदेशात्मकत्वेऽपि तत्सिद्धिः । व्यक्त्यपेक्षया शक्त्यपेक्षया च प्रदेश प्रचयात्मकस्य महत्त्वस्याभावात्कालाणूनामस्तित्वनियतत्वेऽप्यकायत्वमनेनैव साधितम्। अत एव तेषामस्तिकाय-प्रकरणे सतामप्यनुपादानमिति।।४।।
આવે છે. ) વ્યકિત અને શક્તિરૂપે ‘અણુ તેમ જ મહાન' હોવાથી ( અર્થાત્ ૫૨માણુઓ વ્યક્તિરૂપે એકપ્રદેશી અને શક્તિરૂપે અનેકપ્રદેશી હોવાથી ) પરમાણુઓને પણ, તેમને એકપ્રદેશાત્મકપણું હોવા છતાં પણ, (અણુમહાનપણું સિદ્ધ થવાથી) કાયત્વ સિદ્ધ થાય છે. કાળાણુઓને વ્યકિત-અપેક્ષાએ તેમ જ શક્તિ-અપેક્ષાએ પ્રદેશપ્રચયાત્મક મહાનપણાનો અભાવ હોવાથી, જોકે તેઓ અસ્તિત્વમાં નિયત છે તોપણ, તેમને અકાયત્વ છે એમ આનાથી જ ( -આ કથનથી જ) સિદ્ધ થયું માટે જ, જોકે તેઓ સત્ (વિધમાન ) છે તોપણ તેમને અસ્તિકાયના પ્રકરણમાં લીધા નથી.
ભાવાર્થ:- પાંચ અસ્તિકાયોનાં નામ જીવ, પુદ્દગલ, ધર્મ, અધર્મ અને આકાશ છે. આ નામો તેમના અર્થ પ્રમાણે છે.
આ પાંચ દ્રવ્યો પર્યાયાર્થિક નયે પોતાથી કથંચિત ભિન્ન એવા અસ્તિત્વમાં રહેલાં છે અને દ્રવ્યાર્થિક નયે અસ્તિત્વથી અનન્ય છે.
વળી આ પાંચે દ્રવ્યો કાયત્વવાળાં છે કારણ કે તેઓ અણુમહાન છે. તેઓ અણુમહાન કઈ રીતે છે તે બતાવવામાં આવે છેઃ-‘અનુમહાન્ત: ' ની વ્યુત્પત્તિ ત્રણ પ્રકારે છેઃ (૧) અનુમિ: મહાન્ત: અનુમહાન્ત: અર્થાત જેઓ બહુ પ્રદેશો વડે (- બેથી વધારે પ્રદેશો વડે) મોટા હોય તેઓ અણુમહાન છે. આ વ્યુત્પત્તિ પ્રમાણે જીવો, ધર્મ અને અધર્મ અસંખ્યપ્રદેશી હોવાથી અણુમહાન છે; આકાશ અનંતપ્રદેશી હોવાથી અણુમહાન છે; અને ત્રિ-અણુક સ્કંધથી માંડીને અનંતાણુક સ્કંધ સુધીના બધા સ્કંધો બહુપ્રદેશી હોવાથી અણુમહાન છે. (૨) અનુભ્યામ્ મહાન્ત: અનુનહાન્ત: અર્થાત જેઓ બે પ્રદેશો વડે મોટા હોય તેઓ અણુમહાન છે. આ વ્યુત્પત્તિ પ્રમાણે દ્વિ–અણુક સ્કંધો અણુમહાન છે.(૩) અળવશ્વ મહાન્તબ્ધ અનુમહાન્ત: અર્થાત્ જેઓ અણુરૂપ (– એક પ્રદેશી ) પણ હોય અને મહાન (અનેક પ્રદેશી ) પણ હોય તેઓ અણુમહાન છે. આ વ્યુત્પત્તિ પ્રમાણે ૫૨માણુઓ અણુમહાન છે, કારણ કે વ્યકિત-અપેક્ષાએ તેઓ એકપ્રદેશી છે અને શક્તિ-અપેક્ષાએ અનેકપ્રદેશી પણ (ઉપચારથી ) છે. આ રીતે ઉપર્યુક્ત પાંચે દ્રવ્યો અણુમહાન હોવાથી કાયત્વવાળાં છે એમ સિદ્ધ થયું.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com