________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
પદ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
| [ ૯
तत्र च पञ्चानामस्तिकायानां समो मध्यस्थो रागद्वेषाभ्यामनुपहतो वर्णपदवाक्यसन्निवेशविशिष्ट: पाठो वादः शब्दसमयः शब्दागम इति यावत्। तेषामेव मिथ्यादर्शनोदयोच्छेदे सति सम्यग्वायः परिच्छेदो ज्ञानसमयो ज्ञानगम इति यावत्। तेषामेवाभिधानप्रत्ययपरिच्छिन्नानां वस्तुरूपेण समवायः संधातोऽर्थसमयः सर्वपदार्थसार्थ इति यावत्। तदत्र ज्ञानसमयप्रसिद्धयर्थ शब्दसमयसम्बन्धेनार्थसमयोऽभिधातुमभिप्रेतः। अथ तस्यैवार्थसमयस्य द्वैविध्यं लोकालोक-विकल्पात्। स एव पञ्चास्तिकायसमवायो यावांस्तावाँलोकस्ततः परममितोऽनन्तो ह्यलोकः, स तु नाभावमात्रं किन्तु
સમય, જ્ઞાનસમય અને અર્થસમય)- એમ ત્રણ પ્રકારનો “સમય શબ્દનો અર્થ કહ્યો છે તથા લોક-અલોકરૂપ વિભાગ કહ્યો છે.
ત્યાં, (૧) “સમ' એટલે મધ્યસ્થ અર્થાત્ રાગદ્વેષથી વિકૃત નહિ બનેલો; “વાદ' એટલે વર્ણ (અક્ષર), પદ (શબ્દ) અને વાકયના સમૂહવાળો પાઠ. પાંચ અસ્તિકાયનો “સમવાદ' અર્થાત મધ્યસ્થ (-રાગદ્વેષથી વિકૃત નહિ બનેલો) પાઠ( -મૌખિક કે શાસ્ત્રારૂઢ નિરૂપણ) તે શબ્દસમય છે, એટલે કે શબ્દાગમ તે શબ્દસમય છે.(૨) મિથ્યાદર્શનના ઉદયનો નાશ હોતાં, તે પંચાસ્તિકાયનો જ *સમ્યક અવાય અર્થાત સમ્યક જ્ઞાન તે જ્ઞાનસમય છે, એટલે કે જ્ઞાનાગમ તે જ્ઞાનસમય છે. (૩) કથનના નિમિત્તે જણાયેલા તે પંચાસ્તિકાયનો જ વસ્તુરૂપે સમવાય અર્થાત્ જથ્થો તે અર્થસમય છે, એટલે કે સર્વપદાર્થસમૂહું તે અર્થસમય છે. તેમાં અહીં જ્ઞાનસમયની પ્રસિદ્ધ અર્થ શબ્દસમયના સંબંધથી અર્થસમય કહેવાનો (શ્રીમદ્ભગવકુંદકુંદાચાર્યદેવનો) ઈરાદો
છે.
હવે તે જ અર્થસમયનું, * લોક અને અલોકના ભેદને લીધે દ્વિવિધપણું છે. તે જ પંચાસ્તિકાયસમૂહ જેવડો છે, તેવડો લોક છે. તેનાથી આગળ અમાપ અર્થાત અનંત અલોક છે. તે અલોક અભાવમાત્ર નથી પરંતુ પંચાસ્તિકાયસમૂહ જેટલું ક્ષેત્ર
૧. સમવાય =(૧) સમ્+અવાય, સમ્યક અવાય, સમ્યક જ્ઞાન. (૨) જથ્થો સમૂહ. [ આ
પંચાસ્તિકાયસંગ્રહ શાસ્ત્રમાં અહીં કાળદ્રવ્ય કે જે દ્રવ્ય હોવા છતાં અસ્તિકાય નથી તેને વિવક્ષામાં ગૌણ કરીને “પંચાસ્તિકાયનો સમવાય તે સમય છે.' એમ કહ્યું છે; માટે “છ દ્રવ્યનો સમવાય તે સમય છે એવા કથનના ભાવ સાથે આ કથનના ભાવનો વિરોધ ન સમજવો, માત્ર વિવક્ષાભેદ છે
એમ સમજવું. વળી એ જ પ્રમાણે અન્ય સ્થળે પણ વિવક્ષા સમજી અવિરુદ્ધ અર્થ સમજી લેવો] ૨. નોયન્ત દશ્યન્ત નીવરિપક્વાર્થી યત્ર સ નો અર્થાત્ જયાં જીવાદિપદાર્થો જોવામાં આવે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com