________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૩૦ ]
પંચાસ્તિકાયસંગ્રહુ
[ ભગવાનશ્રીકુંદકુંદदर्शनज्ञानचारित्राणां कथंचिद्वन्धहेतुत्वोपदर्शनेन जीवस्वभावे नियतचरितस्य साक्षान्मोक्षहेतुत्वद्योतनमेतत्।
__ अमूनि हि दर्शनज्ञानचारित्राणि कियन्मात्रयापि परसमयप्रवृत्त्या संवलितानि कृशानुसंवलितानीव घृतानि कथञ्चिद्विरुद्धकारणत्वरूढेर्बन्धकारणान्यपि भवन्ति। यदा तु समस्तपर-समयप्रवृत्तिनिवृत्तिरूपया स्वसमयप्रवृत्त्या सङ्गच्छंते, तदा निवृत्तकृशानुसंवलनानीव घृतानि विरुद्धकार्यकारणभावाभावात्साक्षान्मोक्षकारणान्येव
ભકિત] એમ સાધુઓએ કહ્યું છે; [ સૈઃ તુ] પરંતુ તેમનાથી [વશ્વ: વા] બંધ પણ થાય છે અને [ મોક્ષ: વા ] મોક્ષ પણ થાય છે.
ટીકા:- અહીં, દર્શન-જ્ઞાન-ચારિત્રનું કથંચિત્ બંધહેતુપણું દર્શાવ્યું છે અને એ રીતે જીવસ્વભાવમાં નિયત ચારિત્રનું સાક્ષાત્ મોક્ષહેતુપણું પ્રકાશિત કર્યું છે.
આ દર્શન-જ્ઞાન-ચારિત્ર, જો થોડી પણ પરસમયપ્રવૃત્તિ સાથે મિલિત હોય તો, અગ્નિ સાથે મિલિત ઘીની માફક (અર્થાત્ 'ઉષ્ણતાયુક્ત ઘીની જેમ), કથંચિત્ વિરુદ્ધ કાર્યના કારણપણાની વ્યાતિને લીધે બંધકારણો પણ છે. અને જ્યારે તેઓ (દર્શન-જ્ઞાન-ચારિત્ર), સમસ્ત પરસમયપ્રવૃત્તિથી નિવૃત્તિરૂપ એવી સ્વસમયપ્રવૃત્તિ સાથે સંયુક્ત હોય છે ત્યારે, જેને અગ્નિ સાથેનું મિલિતપણે નિવૃત્ત થયું છે એવા ઘીની માફક, વિરુદ્ધ કાર્યનો કારણભાવ નિવૃત્ત થયો હોવાને લીધે સાક્ષાત્ મોક્ષ
૧. ઘી સ્વભાવે શીતળતાના કારણભૂત હોવા છતાં, જો તે થોડી પણ ઉષ્ણતાથી યુક્ત હોય તો, તેનાથી
(કથંચિત ) દઝાય પણ છે; તેવી રીતે દર્શન-જ્ઞાન-ચારિત્ર સ્વભાવે મોક્ષનાં કારણભૂત હોવા છતાં, - જો તેઓ થોડી પણ પરસમયપ્રવૃતિથી યુક્ત હોય તો, તેમનાથી (કથંચિત ) બંધ પણ થાય છે. ૨. પરસમયપ્રવૃત્તિયુક્ત દર્શન-જ્ઞાન-ચારિત્રમાં કથંચિત મોક્ષરૂપ કાર્યથી વિરુદ્ધ કાર્યનું કારણ પણું (અર્થાત્ બંધરૂપ કાર્યનું કારણ પણું ) વ્યાપે છે.
[ શાસ્ત્રોમાં કયારેક દર્શન-જ્ઞાન-ચારિત્રને પણ, જો તેઓ પરસમયપ્રવૃત્તિયુક્ત હોય તો, કથંચિત્ બંધનાં કારણ કહેવામાં આવે છે; વળી કયારેક જ્ઞાનીને વર્તતા શુભભાવોને પણ કથંચિત્. મોક્ષના પરંપરાહતુ કહેવામાં આવે છે. શાસ્ત્રોમાં આવતાં આવા ભિન્નભિન્ન પદ્ધતિનાં કથનો ઉકેલવામાં એ સારભૂત હકીકત ખ્યાલમાં રાખવી કે-જ્ઞાનીને જ્યારે શુદ્ધાશુદ્ધરૂપ મિશ્રપર્યાય વર્તતો હોય છે ત્યારે તે મિશ્રપર્યાય એકાંતે સંવર-નિર્જરા-મોક્ષના કારણભૂત હોતો નથી કે એકાંતે આસવ-બંધના કારણભૂત હોતો નથી, પરંતુ તે મિશ્રપર્યાયનો શુદ્ધ અંશ સંવર-નિર્જરા-મોક્ષના કારણભૂત હોય છે અને અશુદ્ધ અંશ આગ્નવ-બંધના કારણભૂત હોય છે. ]
Please inform us of any errors on rajesh@AtmaDharma.com