________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧૪ ]
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ
मोक्षमार्गस्वरूपाख्यानमेतत्।
जीवस्वभावनियतं चरितं मोक्षमार्गः। जीवस्वभावो हि ज्ञानदर्शने अनन्यमयत्वात्। अनन्यमयत्वं च तयोर्विशेषसामान्यचैतन्यस्वभावजीवनिर्वृत्तत्वात्। अथ तयोर्जीवस्वरूपभूतयो-निदर्शनयोर्यन्नियतमवस्थितमुत्पादव्ययध्रौव्यरूपवृत्तिमयमस्तित्वं रागादिपरिणत्यभावादनिन्दितं तचरितं; तदेव मोक्षमार्ग इति। द्विविधं हि किल संसारिषु चरितं- स्वचरितं परचरितं च; स्वसमयपरसमयावित्यर्थः। तत्र स्वभावावस्थितास्तित्वस्वरूपं स्वचरितं, परभावावस्थितास्ति-त्वस्वरूपं परचरितम्। तत्र यत्स्व
નમૂ] અપ્રતિહત દર્શન છે- [ અનન્યમયમ] કે જેઓ (જીવથી) અનન્યમય છે. [તયો: ] તે જ્ઞાનદર્શનમાં [ નિયતમ] નિયત [ સ્તવમ] અસ્તિત્વ- [ નિન્દ્રિત] કે જે અનિંદિત છે[ વારિત્ર વ મણિતમ્] તેને (જિદ્રોએ) ચારિત્ર કહ્યું છે.
ટીકાઃ- આ, મોક્ષમાર્ગના સ્વરૂપનું કથન છે.
જીવસ્વભાવમાં નિયત ચારિત્ર તે મોક્ષમાર્ગ છે. જીવસ્વભાવ ખરેખર જ્ઞાનદર્શન છે કારણ કે તેઓ (જીવથી) અનન્યમય છે. જ્ઞાનદર્શનનું (જીવથી) અનન્યમયપણું હોવાનું કારણ એ છે કે વિશેષચૈતન્ય અને સામાન્ય ચૈતન્ય જેનો સ્વભાવ છે એવા જીવથી તેઓ નિષ્પન્ન છે (અર્થાત્ જીવથી જ્ઞાનદર્શન રચાયેલાં છે). હવે જીવના સ્વરૂપભૂત એવાં તે જ્ઞાનદર્શનમાં નિયત-અવસ્થિત એવું જે ઉત્પાદવ્યયધ્રૌવ્યરૂપ વૃત્તિમય અસ્તિત્વ- કે જે રાગાદિપરિણામના અભાવને લીધે અનિંદિત છે-તે ચારિત્ર છે; તે જ મોક્ષમાર્ગ છે.
સંસારીઓમાં ચારિત્ર ખરેખર બે પ્રકારનું છેઃ- (૧) સ્વચારિત્ર અને (૨) પરચારિત્ર; (૧)સ્વસમય અને (૨) પરસમય એવો અર્થ છે. ત્યાં, સ્વભાવમાં અવસ્થિત અસ્તિત્વસ્વરૂપ (ચારિત્ર) તે સ્વચારિત્ર છે અને પરભાવમાં અવસ્થિત અસ્તિત્વસ્વરૂપ (ચારિત્ર) તે પરચારિત્ર છે. તેમાંથી (અર્થાત્ બે પ્રકારનાં ચારિત્ર
૧. વિશેષચૈતન્ય તે જ્ઞાન છે અને સામાન્ય ચૈતન્ય તે દર્શન છે. ૨. નિયત=અવસ્થિત; સ્થિત, સ્થિર, દઢપણે રહેલું. ૩. વૃત્તિ=વર્તવું તે; હોવું તે. [ ઉત્પાદબયધ્રૌવ્યરૂપ વૃત્તિ તે અસ્તિત્વ છે.]
Please inform us of any errors on rajesh@AtmaDharma.com