SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૧૨ ] પંચાસ્તિકાયસંગ્રહ [ ભગવાનશ્રીકુંદકુંદ जो संवरेण जुत्तो णिज्जरमाणोध सव्वकम्माणि। ववगदवेदाउस्सो मुयदि भवं तेण सो मोक्खो।। १५३ ।। यः संवरेण युक्तो निर्जरन्नथ सर्वकर्माणि। व्यपगतवेद्यायुको मुञ्चति भवं तेन स मोक्षः।। १५३ ।। द्रव्यमोक्षस्वरूपाख्यानमेतत्। अथ खलु भगवतः केवलिनो भावमोक्षे सति प्रसिद्धपरमसंवरस्योत्तरकर्मसन्ततौ निरुद्धायां परमनिर्जराकारणध्यानप्रसिद्धौ सत्यां पूर्वकर्मसंततौ कदाचित्स्वभावेनैव कदाचित्समुद्धात विधानेनायुःकर्मसमभूतस्थित्यामायुःकर्मानुसारेणैव निर्जीर्यमाणायाम સંવ૨સહિત તે જીવ પૂર્ણ સમસ્ત કર્મો નિર્જરે ને આયુવેધવિહીન થઈ ભવને તજે; તે મોક્ષ છે. ૧૫૩. અન્વયાર્થ- [ : સંવરેન યુ9:] જે સંવરથી યુક્ત છે એવો (કેવળજ્ઞાન પ્રાપ્ત) જીવ [નિર્નરન કથ સર્વવર્માળિ] સર્વકર્મોને નિર્જરતો થકો [ વ્યપતિવેદ્યાયુષ5:] વેદનીય અને આયુષ રહિત થઈને [ ભવં મગ્નતિ] ભવને છોડે છે; [ તેન] તેથી ( એ રીતે સર્વ કર્મપુદ્ગલોનો વિયોગ થવાને લીધે) [સ: મોક્ષ:] તે મોક્ષ છે. ટીકાઃ- આ, દ્રવ્યમોક્ષના સ્વરૂપનું કથન છે. ખરેખર ભગવાન કેવળીને, ભાવમોક્ષ હોતાં, પરમ સંવર સિદ્ધ થવાને લીધે ઉત્તર કર્મસંતતિ નિરોધ પામી થકી અને પરમ નિર્જરાના કારણભૂત ધ્યાન સિદ્ધ થવાને લીધે કે પૂર્વ કર્મસંતતિ- કે જેની સ્થિતિ કદાચિત્ સ્વભાવથી જ આયુકર્મના જેટલી હોય છે અને કદાચિત સમુદ્દઘાતવિધાનથી આયુકર્મના જેટલી થાય છે તેને આયુકર્મના અનુસાર જ નિર્ભરતી થકી, *અપુનર્ભવને માટે તે ભવ છૂટવાના સમયે ૧. ઉત્તર કર્મસંતતિ=પછીનો કર્મપ્રવાહ; ભાવી કર્મપરંપરા. ૨. પૂર્વ=પહેલાંની. ૩. કેવળીભગવાનને વેદનીય, નામ અને ગોત્રકર્મની સ્થિતિ કયારેક સ્વભાવથી જ (અર્થાત્ કેવળીસમુઘાતરૂપ નિમિત્ત હોયા વિના જ) આયુકર્મના જેટલી હોય છે અને કયારેક તે ત્રણ કર્મોની સ્થિતિ આયુકર્મથી વધારે હોવા છતાં તે સ્થિતિ ઘટીને આયુકર્મ જેટલી થવામાં કેવળીસમુદ્યાત નિમિત્ત બને છે. ૪. અપુનર્ભવ-ફરીને ભવ નહિ થવો તે. (કેવળીભગવાનને ફરીને ભવ થયા વિના જ તે ભવનો ત્યાગ થાય છે, તેથી તેમના આત્માથી કર્મપુદગલોનો સદાને માટે સર્વથા વિયોગ થાય છે.) Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008296
Book TitlePunchaastikaai Sangrah
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy