SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] નવપદાર્થપૂર્વક મોક્ષમાર્ગપ્રપંચવર્ણન [ ૨૧૧ द्रव्यकर्ममोक्षहेतुपरमनिर्जराकारणध्यानाख्यानमेतत्। एवमस्य खलु भावमुक्तस्य भगवतः केवलिन: स्वरूपतृप्तत्वाद्विश्रान्तसुखदुःखकर्मविपाककृतविक्रियस्य प्रक्षीणावरणत्वादनन्तज्ञानदर्शनसंपूर्णशुद्धज्ञानचेतनामयत्वादतीन्द्रियत्वात् चान्यद्रव्यसंयोगवियुक्तं शुद्धस्वरूपेऽविचलितचैतन्यवृत्तिरूपत्वात्कथञ्चिद्ध्य नव्यपदेशाहमात्मनः स्वरूपं पूर्वसंचितकर्मणां शक्तिशातनं पतनं वा विलोक्य निर्जराहेतुत्वेनोपवर्ण्यत इति।। १५२ ।। સંયુ] અન્યદ્રવ્યથી અસંયુક્ત એવું [ ધ્યાન] ધ્યાન [ નિર્નર દેતુ: નાય7] નિર્જરાનો હેતુ થાય છે. ટીકાઃ- આ, દ્રવ્યકર્મમોક્ષના હેતુભૂત એવી પરમ નિર્જરાના કારણભૂત ધ્યાનનું કથન છે. એ રીતે ખરેખર આ (-પૂવોક્ત) ભાવમુક્ત (-ભાવમોક્ષવાળા) ભગવાન કેળવીને-કે જેમને સ્વરૂપતૃતપણાને લીધે કર્મવિપાકકૃત સુખદુઃખરૂપ વિક્રિયા અટકી ગઈ છે તેમને – આવરણના પ્રક્ષીણપણાને લીધે, અનંત જ્ઞાનદર્શનથી સંપૂર્ણ શુદ્ધજ્ઞાનચેતનામયપણાને લીધે તથા અતીન્દ્રિયપણાને લીધે જે અન્યદ્રવ્યના સંયોગ વિનાનું છે અને શુદ્ધ સ્વરૂપમાં અવિચલિત ચૈતન્યવૃત્તિરૂપ હોવાને લીધે જે કથંચિત્ “ધ્યાન” નામને યોગ્ય છે એવું આત્માનું સ્વરૂપ (આત્માની નિજ દશા) પૂર્વસંચિત કર્મોની શક્તિનું શાસન અથવા તેમનું પતન અવલોકીને નિર્જરાના હેતુ તરીકે વર્ણવવામાં આવે છે. | ભાવાર્થ- કેવળીભગવાનના આત્માની દશા જ્ઞાનદર્શનાવરણના ક્ષયવાળી હોવાને લીધે, શુદ્ધજ્ઞાનચેતનામય હોવાને લીધે તથા ઈન્દ્રિયવ્યાપારાદિ બહિદ્રવ્યના આલંબન વિનાની હોવાને લીધે અન્યદ્રવ્યના સંસર્ગ રહિત છે અને શુદ્ધસ્વરૂપમાં નિશ્ચળ ચૈતન્યપરિણતિરૂપ હોવાને લીધે કોઈ પ્રકારે “ધ્યાન” નામને યોગ્ય છે. તેમની આવી આત્મદશા નિર્જરાના નિમિત્ત તરીકે વર્ણવવામાં આવે છે કારણ કે તેમને પૂર્વોપાર્જિત કર્મોની શક્તિ હીન થતી જાય છે તેમ જ તે કર્મો ખરતાં જાય છે. ૧૫ર. ૧. કેવળીભગવાન નિર્વિકાર –પરમાનંદસ્વરૂપ સ્વાત્મોત્પન્ન સુખથી તૃત છે તેથી કર્મનો વિપાક જેમાં નિમિત્તભૂત હોય છે એવી સાંસારિક સુખદુ:ખરૂપ (હર્ષવિષાદરૂપ) વિક્રિયા તેમને વિરામ પામી છે. ૨. શાતન = પાતળું થવું તે; હીન થવું તે; ક્ષીણ થવું તે. ૩. પતન = નાશ; ગલન; ખરી જવું તે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008296
Book TitlePunchaastikaai Sangrah
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy