________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧૦ ]
[ ભગવાનશ્રીકુંદકુંદ
मतिवाह्य युगपञ्ज्ञानदर्शनावरणान्तरायक्षेयण कथञ्चिच् कूटस्थज्ञानत्वमवाप्य ज्ञप्तिक्रियारूपे क्रमप्रवृत्त्यभावाद्भावकर्म विनश्यति । ततः कर्माभावे स हि भगवान्सर्वज्ञः सर्वदर्शी व्युपरतेन्द्रिय-व्यापाराव्याबाधानन्तसुखश्च नित्यमेवावतिष्ठते। इत्येष भावकर्ममोक्षप्रकारः દ્રવ્યર્મમોક્ષહેતુ: પરમ-સંવરપ્રારબ્ધ।। -‰? ||
પંચાસ્તિકાયસંગ્રહ
दंसणणाणसमग्गं झाणं णो अप्णदव्वसंजुत्तं । जायदि णिज्जरहेदू सभावसहिदस्स साधुस्स ।। १५२ ।।
दर्शनज्ञानसमग्रं ध्यानं नो अन्यद्रव्यसंयुक्तम् ।
जायते निर्जराहेतुः स्वभावसहितस्य साधोः ।। १५२ ।।
જ્ઞતિક્રિયારૂપે અંતર્મુહૂર્ત પસાર કરીને યુગપદ્દજ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અંતરાયનો ક્ષય થવાથી ચિત્ કૂટસ્થ જ્ઞાનને પ્રાપ્ત કરે છે અને એ રીતે તેને જ્ઞતિક્રિયાના રૂપમાં ક્રમપ્રવૃત્તિનો અભાવ થવાથી ભાવકર્મનો વિનાશ થાય છે. તેથી કર્મનો અભાવ થતાં તે ખરેખર ભગવાન સર્વજ્ઞ, સર્વદર્શી અને ઇંદ્રિયવ્યાપારાતીત-અવ્યાબાધ-અનંતસુખવાળો સદાય રહે છે.
એ રીતે આ (અહીં કહ્યો તે ), ભાવકર્મમોક્ષનો પ્રકાર તથા દ્રવ્યકર્મમોક્ષના હેતુભૂત પરમ સંવરનો પ્રકાર છે. ૧૫૦-૧૫૧.
દગજ્ઞાનથી પરિપૂર્ણ ને ૫૨દ્રવ્યવિરહિત ધ્યાન જે, તે નિર્જરાનો હેતુ થાય સ્વભાવપરિણત સાધુને. ૧૫૨.
અન્વયાર્થ:- [ સ્વમાવસહિતસ્ય સાધો: ] સ્વભાવસહિત સાધુને ( –સ્વભાવપરિણત કેવળીભગવાનને ) [ વર્શનજ્ઞાનસમગ્ર ] દર્શનજ્ઞાનથીસંપૂર્ણ અને [નો અન્યદ્રવ્ય
૧. કૂટસ્થ=સર્વ કાળે એક રૂપે રહેનારું: અચળ. [જ્ઞાનાવરણાદિ ઘાતિકર્મોનો નાશ થતાં કાંઈ જ્ઞાન સર્વથા અપરિણામી થઈ જતું નથી; પરંતુ તે અન્ય અન્ય જ્ઞેયોને જાણવારૂપે પલટાતું નથી-સર્વદા ત્રણે કાળના સમસ્ત જ્ઞેયોને જાણ્યા કરે છે, તેથી તેને સ્થંચિત્ કૂટસ્થ રહ્યું છે. ]
૨. ભાવકર્મમોક્ષ=ભાવકર્મનું સર્વથા છૂટી જવું તે; ભાવમોક્ષ. (જ્ઞતિક્રિયામાં ક્રમપ્રવૃત્તિનો અભાવ થવો તે ભાવમોક્ષ છે અથવા સર્વજ્ઞ –સર્વદર્શીપણાની અને અનંતાનંદમયપણાની પ્રગટતા તે ભાવમોક્ષ છે. )
૩. પ્રકાર-સ્વરૂપ; રીત.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com