________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ] નવપદાર્થપૂર્વક મોક્ષમાર્ગપ્રપંચવર્ણન
[ ૨૦૯ आस्रवहेतुर्हि जीवस्य मोहरागद्वेषरूपो भावः। तदभावो भवति ज्ञानिनः। तदभावे भवत्यास्रवभावाभावः। आस्रवभावाभावे भवति कर्माभावः। कर्माभावेन भवति सार्वज्ञं सर्वदर्शित्वमव्याबाधमिन्द्रियव्यापारातीतमनन्तसुखत्वञ्चेति। स एष जीवन्मुक्तिनामा भावमोक्षः। कथमिति चेत्। भावः खल्वत्र विवक्षितः कर्मावृत्तचैतन्यस्य क्रमप्रवर्तमानज्ञप्तिक्रियारूपः। स खलु संसारिणोऽनादिमोहनीयकर्मोदयानुवृत्तिवशादशुद्धो द्रव्यकर्मास्रवहेतुः। स तु ज्ञानिनो मोहराग-द्वेषानुवृत्तिरूपेण प्रहीयते। ततोऽस्य आस्रवभावो निरुध्यते। ततो निरुद्धास्रवभावस्यास्य मोहक्षयेणात्यन्तनिर्विकारमनादिमुद्रितानन्तचैतन्यवीर्यस्य शुद्धज्ञप्तिक्रियारूपेणान्तर्मुहूर्त
આસ્રવનો હેતુ ખરેખર જીવનો મોહરાગદ્વેષરૂપ ભાવ છે. જ્ઞાનીને તેનો અભાવ થાય છે. તેનો અભાવ થતાં આસ્રવભાવનો અભાવ થાય છે. આગ્નવભાવનો અભાવ થતાં કર્મનો અભાવ થાય છે. કર્મનો અભાવ થવાથી સર્વજ્ઞપણું, સર્વદર્શીપણું અને અવ્યાબાધ, 'ઈદ્રિયવ્યાપારાતીત, અનંત સુખ થાય છે. તે આ જીવન્મુકિત નામનો ભાવમોક્ષ છે. “કઈ રીતે?' એમ પ્રશ્ન કરવામાં આવે તો નીચે પ્રમાણે સ્પષ્ટીકરણ છે:
અહીં જે “ભાવ” વિવક્ષિત છે તે કર્માવૃત (કર્મથી અવરાયેલા) ચૈતન્યની કમે પ્રવર્તતી જ્ઞાતિક્રિયારૂપ છે. તે (ક્રમે પ્રવર્તતી જ્ઞતિક્રિયારૂપ ભાવ) ખરેખર સંસારીને અનાદિ કાળથી મોહનીયકર્મના ઉદયને અનુસરતી પરિણતિને લીધે અશુદ્ધ છે, દ્રવ્યકર્માસવનો હેતુ છે. પરંતુ તે (ક્રમે પ્રવર્તતી જ્ઞતિક્રિયારૂપ ભાવ) જ્ઞાનીને મોહરાગઢષવાળી પરિણતિરૂપે હાનિ પામે છે તેથી તેને આસ્રવભાવનો નિરોધ થાય છે. તેથી આગ્નવભાવનો જેને નિરોધ થયો છે એવા તે જ્ઞાનીને મોહના ક્ષય વડે અત્યંત નિર્વિકારપણું થવાથી, જેને અનાદિ કાળથી અનંત ચૈતન્ય અને ( અનંત) વીર્ય બિડાઈ ગયેલ છે એવો તે જ્ઞાની (ક્ષીણમોહ ગુણસ્થાને) શુદ્ધ
૧. ઈદ્રિયવ્યાપારાતીત=ઈદ્રિયવ્યાપાર રહિત ૨. જીવન્મુકિત; જીવતાં મુક્તિ; દેહ હોવાં છતાં મુકિત. ૩. વિવક્ષિતઃકહેવા ધારેલો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com