________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
નવપદાર્થપૂર્વક મોક્ષમાર્ગપ્રપંચવર્ણન
[ ૧૯૭
जस्स जदा खलु पुण्णं जोगे पावं च णत्थि विरदस्स। संवरणं तस्स तदा सुहासुहकदस्स कम्मस्स।।१४३।।
यस्य यदा खलु पुण्यं योगे पापं च नास्ति विरतस्य। संवरणं तस्य तदा शुभाशुभकृतस्य कर्मणः।। १४३।।
विशेषेण संवरस्वरूपाख्यानमेतत्।
यस्य योगिनो विरतस्य सर्वतो निवृत्तस्य योगे वाङ्मनःकायकर्मणि शुभपरिणामरूपं पुण्यमशुभपरिणामरूपं पापञ्च यदा न भवति तस्य तदा शुभाशुभभावकृतस्य द्रव्यकर्मणः संवरः स्वकारणाभावात्प्रसिद्ध्यति। तदत्र शुभाशुभपरिणामनिरोधो भावपुण्यपापसंवरो द्रव्यपुण्यपाप-संवरस्य हेतुः प्रधानोऽवधारणीय इति।।३४१।।।
-इति संवरपदार्थव्याख्यानं समाप्तम्।
જ્યારે ન યોગે પુણ્ય તેમ જ પા૫ વર્તે વિરતને, ત્યારે શુભાશુભકૃત કરમનો થાય સંવર તેહને. ૧૪૩.
અન્વયાર્થઃ- [વચ] જેને (-જે મુનિને), [વિરતચ] વિરત વર્તતાં થકાં [ યોો] યોગમાં [પુષ્ય પાપ ] પુણ્ય અને પાપ [૩] જ્યારે [7] ખરેખર [ન સ્તિ] હોતાં નથી, [ તવા] ત્યારે [તચ] તેને [ ગુમાશુમતચ ર્મા:] શુભાશુભભાવકૃત કર્મનો [સંવરણમ્ ] સંવર થાય છે.
ટીકાઃ- આ, વિશેષપણે સંવરના સ્વરૂપનું કથન છે.
જે યોગીને, વિરત અર્થાત્ સર્વતઃ નિવૃત્ત વર્તતાં થકાં, યોગમાં-વચન, મન અને કાયસંબંધી ક્રિયામાં-શુભ પરિણામરૂપ પુણ્ય અને અશુભ પરિણામરૂપ પાપ જ્યારે હોતાં નથી, ત્યારે તેને શુભાશુભભાવકૃત દ્રવ્યકર્મનો (-શુભાશુભભાવ જેનું નિમિત્ત હોય છે એવા દ્રવ્યકર્મનો ), સ્વકારણના અભાવને લીધે સંવર થાય છે. તેથી અહીં (આ ગાથામાં) શુભાશુભ પરિણામનો નિરોધ-ભાવપુર્ણપાપસંવર-દ્રવ્યપુણ્યપાપસંવરનો પ્રધાન હેતુ અવધારવો (સમજવો). ૧૪૩.
આ રીતે સંવરપદાર્થનું વ્યાખ્યાન સમાપ્ત થયું.
* પ્રધાન હેતુ = મુખ્ય નિમિત્ત. [ દ્રવ્યસંવરમાં “મુખ્ય નિમિત્ત' જીવના શુભાશુભ પરિણામનો નિરોધ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com