________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
નવપદાર્થપૂર્વક મોક્ષમાર્ગપ્રપંચવર્ણન
| [ ૧૭૩
अन्यासाधारणजीवकार्यख्यापनमेतत्।
चैतन्यस्वभावत्वात्कर्तृस्थायाः क्रियायाः ज्ञप्तेशेश्च जीव एव कर्ता, न तत्संबन्धः पुद्गलो, यथाकाशादि। सुखाभिलाषक्रियायाः दु:खोद्वेगक्रियायाः स्वसंवेदितहिताहितनिर्विर्तनक्रियायाश्च चैतन्यविवर्तरूपसङ्कल्पप्रभवत्वात्स एव कर्ता, नान्यः। शुभाशुभाकर्मफलभूताया
इष्टानिष्ट-विषयोपभोगक्रियायाश्च सुखदुःखस्वरूपस्वपरिणामक्रियाया इव स एव कर्ता, नान्यः। एतेनासाधारणकार्यानुमेयत्वं पुद्गलव्यतिरिक्तस्यात्मनो द्योतितमिति।। १२२ ।।
નં
હિતમ્ રોતિ] હિત-અહિતને (શુભ-અશુભ ભાવોને) કરે છે [T] અને [તયો: મુંજી] તેમના ફળને ભોગવે છે.
ટીકાઃ- આ, અન્યથી અસાધારણ એવા જીવકાર્યોનું કથન છે (અર્થાત્ અન્ય દ્રવ્યોથી અસાધારણ એવા જે જીવના કાર્યો તે અહીં દર્શાવ્યાં છે ).
ચૈતન્યસ્વભાવપણાને લીધે, કનૃસ્થિત (કર્તામાં રહેલી) ક્રિયાનો-જ્ઞપ્તિ તથા દશિનો-જીવ જ કર્તા છે; તેના સંબંધમાં રહેલું પુદ્ગલ તેનું કર્તા નથી, જેમ આકાશાદિ નથી તેમ. (ચૈતન્યસ્વભાવને લીધે જાણવાની અને દેખવાની ક્રિયાનો જીવ જ કર્તા છે; જ્યાં જીવ છે ત્યાં ચાર અરૂપી અચેતન દ્રવ્યો પણ છે તોપણ તેઓ જેમ જાણવાની અને દેખવાની ક્રિયાના કર્તા નથી તેમ જીવની સાથે સંબંધમાં રહેલાં કર્મ-નોકર્મરૂપ પુદ્ગલો પણ તે ક્રિયાનાં કર્તા નથી.) ચૈતન્યના વિવર્તરૂપ (-પલટારૂપ) સંકલ્પની ઉત્પત્તિ (જીવમાં) થતી હોવાને લીધે, સુખની અભિલાષારૂપ ક્રિયાનો, દુઃખના ઉગરૂપ ક્રિયાનો તથા સ્વસંવેદિત હિત-અહિતની નિષ્પત્તિરૂપ ક્રિયાનો (પોતાથી ચેતવામાં આવતા શુભ-અશુભ ભાવોને રચવારૂપ ક્રિયાનો) જીવ જ કર્તા છે; અન્ય નહિ. શુભાશુભ કર્મના ફળભૂત *ઇષ્ટાનિખવિષયોપભોગક્રિયાનો, સુખ-દુ:ખસ્વરૂપ સ્વપરિણામક્રિયાની માફક, જીવ જ કર્તા છે; અન્ય નહિ.
આથી એમ સમજાવ્યું કે (ઉપરોક્ત) અસાધારણ કાર્યો દ્વારા પુદ્ગલથી ભિન્ન એવો આત્મા અનુમય (-અનુમાન કરી શકાવાયોગ્ય ) છે.
ભાવાર્થ:- શરીર, ઇંદ્રિય, મન, કર્મ વગેરે પુદ્ગલો કે અન્ય કોઈ અચેતન દ્રવ્યો કદાપિ જાણતાં નથી, દેખતાં નથી, સુખને ઇચ્છતાં નથી, દુઃખથી ડરતા નથી,
* ઇનિષ્ટ વિષયો જેમાં નિમિત્તભૂત હોય છે એવા સુખદુઃખ પરિણામોના ઉપભોગરૂપ ક્રિયાને જીવ
કરતો હોવાથી તેને ઇષ્ટાનિષ્ટ વિષયોના ઉપભોગરૂપ ક્રિયાનો કર્તા કહેવામાં આવે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com