SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૬ર ] પંચાસ્તિકાયસંગ્રહ [ ભગવાનશ્રીકુંદકુંદ त्वान्मोहबहुलमेव स्पर्शोपलंभं संपादयन्तीति।।११०।। ति त्थावरतणुजोगा अणिलाणलकाइया य तेसु तसा। मणपरिणामविरहिदा जीवा एइंदिया णेया।। १११ ।। त्रयः स्थावरतनुयोगा अनिलानलकायिकाश्च तेषु त्रसाः। मनःपरिणामविरहिता जीवा एकेन्द्रिया ज्ञेयाः।। १११ ।। एदे जीवाणिकाया पंचविधा पुढविकाइयादीया। मणपरिणामविरहिदा जीवा एगेंदिया भणिया।। ११२।। કર્મફળચેતનાપ્રધાનપણાને લીધે પુષ્કળ મોહ સહિત જ સ્પર્શોપલબ્ધિ સંપ્રાપ્ત કરાવે છે. ૧૧૦. ત્યાં જીવ ત્રણ સ્થાવરતનુ, ત્રસ જીવ અગ્નિ-સમીરના; એ સર્વ મનપરિણામવિરહિત એક-ઇંદ્રિય જાણવા. ૧૧૧. અન્વયાર્થ:- [ તેવુ] તેમાં, [2:] ત્રણ (પૃથ્વીકાયિક, અપ્રકાયિક ને વનસ્પતિકાયિક) જીવો [ રાવતનુયોTT:] સ્થાવર શરીરના સંયોગવાળા છે [૨] તથા [નિતાનાયિT:] વાયુકાયિક ને અગ્નિકાયિક જીવો [21:] ત્રસ છે; [ મન:પરિણામવિદિતા: ] તે બધા મનપરિણામરહિત [ોન્દ્રિયા: નીવા: ] એકેંદ્રિય જીવો [ શેયા:] જાણવા. ૧૧૧. આ પૃથ્વીકાયિક આદિ જીવનિકાય પાંચ પ્રકારની, સઘળાય મનપરિણામવિરહિત જીવ એકેંદ્રિય કહ્યા. ૧૧૨. ૧. સ્પર્શોપલબ્ધિ = સ્પર્શની ઉપલબ્ધિ; સ્પર્શનું જ્ઞાન; સ્પર્શનો અનુભવ. [ પૃથ્વીકાયિક વગેરે જીવોને સ્પર્શનેંદ્રિયાવરણનો (–ભાવસ્પર્શનેંદ્રિયના આવરણનો) ક્ષયોપશમ હોય છે અને તે તે કાયો બાહ્ય સ્પર્શનેંદ્રિયની રચનારૂપ હોય છે, તેથી તે તે કાયો તે તે જીવોને સ્પર્શની ઉપલબ્ધિમાં નિમિત્તભૂત થાય છે. તે જીવોને થતી તે સ્પર્શોપલબ્ધિ પ્રબળ મોહ સહિત જ હોય છે, કારણ કે તે જીવો કર્મફળચેતનાપ્રધાન હોય છે. ] ૨. વાયુકાયિક અને અગ્નિકાયિક જીવોને ચલનક્રિયા દેખીને વ્યવહારથી ત્રસ કહેવામાં આવે છે; નિશ્ચયથી તો તેઓ પણ સ્થાવરનામકર્માધીનપણાને લીધે-જોકે તેમને વ્યવહારથી ચલન છે તોપણ - સ્થાવર જ છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008296
Book TitlePunchaastikaai Sangrah
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy