________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૮ ]
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ
स खलु तस्यैव द्रव्यविशेषस्य समयाख्यः पर्याय इति। स तूत्संगितक्षणभंगोऽप्युपदर्शितस्वसंतानो नयबलाटीर्धातरस्थाय्युपगीयमानो न दुष्यति; ततो न खल्वावलिकापल्योपमसागरोपमादिव्यवहारो विप्रतिषिध्यते। तदत्र निश्चयकालो नित्यः द्रव्यरूपत्वात्, व्यवहारकालः क्षणिक: पर्यायरूपत्वादिति।। १०१।।
एदे कालागासा धम्माधम्मा य पुग्गला जीवा। लभंति दव्वसण्णं कालस्स दु णत्थि कायत्तं ।। १०२।।
एते कालाकाशे धर्माधर्मौ च पुद्गला जीवाः। लभंते द्रव्यसंज्ञां कालस्य तु नास्ति कायत्वम्।। १०२।।
कालस्य द्रव्यास्तिकायत्वविधिप्रतिषेधविधानमेतत्। यथा खलु जीवपुद्गलधर्माधर्माकाशानि सकलद्रव्यलक्षणसद्भावाद्र्व्यव्यपदेश
વંત જ નષ્ટ થાય છે, તે (વ્યવહારકાળ) ખરેખર તે જ દ્રવ્યવિશેષનો “સમય” નામનો પર્યાય છે. તે ક્ષણભંગી હોવા છતાં પણ પોતાની સંતતિને (પ્રવાહને) દર્શાવતો હોવાને લીધે તેને નયના બળથી “લાંબા વખત સુધી ટકનારો' કહેવામાં દોષ નથી; તેથી આવલિકા, પલ્યોપમ, સાગરોપમ ઇત્યાદિ વ્યવહારનો નિષેધ કરવામાં આવતો નથી.
એ રીતે અહીં એમ કહ્યું કે-
નિશ્ચયકાળ દ્રવ્યરૂપ હોવાથી નિત્ય છે, વ્યવહારકાળ પર્યાયરૂપ હોવાથી ક્ષણિક છે. ૧૦૧.
આ જીવ, પુદ્ગલ, કાળ, ધર્મ, અધર્મ તેમ જ નભ વિષે છે “દ્રવ્ય” સંજ્ઞા સર્વને, કાયત્વ છે નહિ કાળને ૧૦૨.
અન્વયાર્થઃ- [ક્ત] આ [ વાનાવાશે] કાળ, આકાશ [ ધર્માદ] ધર્મ, અધર્મ [પુનિ :] પુદ્ગલો [૨] અને [ નીવડ] જીવો (બધા) [ દ્રવ્યસંજ્ઞાં નમંતે] “દ્રવ્ય' સંજ્ઞાને પામે છે; [ ની તુ] પરંતુ કાળને [ વાયત્વમ્] કાયપણું [ન રિત ] નથી.
ટીકાઃ- આ, કાળને દ્રવ્યપણાના વિધાનનું અને અસ્તિકાયપણાના નિષેધનું કથન છે ( અર્થાત્ કાળને દ્રવ્યપણું છે પણ અસ્તિકાયપણું નથી એમ અહીં કહ્યું છે ).
જેમ ખરેખર જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ અને આકાશને દ્રવ્યના સઘળાં લક્ષણોનો સદ્દભાવ હોવાથી તેઓ “દ્રવ્ય' સંજ્ઞાને પામે છે, તેમ કાળ પણ (તેને દ્રવ્યના
Please inform us of any errors on rajesh@AtmaDharma.com