SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates ૧૪૪ ] પંચાસ્તિકાયસંગ્રહ [ ભગવાનશ્રીકુંદકુંદ साधनं कर्मनोकर्मोपचयरूपाः पुद्गला इति ते पुद्गलकरणाः। तदभावान्निः क्रियत्वं सिद्धानाम्। पुद्गलानां सक्रियत्वस्य बहिरङ्गसाधनं परिणामनिर्वर्तकः काल इति ते कालकरणाः न च कार्मादीनामिव कालस्याभावः । ततो न सिद्धानामिव निष्क्रियत्वं पुद्गलानामिति।। ९८ ।। जे खलु इंदियगेज्झा विसया जीवेहि हौंति ते मुत्ता। सेसं हवदि अमूत्तं चित्तं उभयं समादियादि ।। ९९ ।। ये खलु इन्द्रियग्राह्या विषया जीवैर्भवन्ति ते मूर्तोः । शेषं भवत्यमूर्तं चितमुभयं समाददाति ।। ९९ ।। मूर्तीमूर्तलक्षणाख्यानमेतत्। જીવોને સક્રિયપણાનું બહિરંગ સાધન કર્મ-નોકર્મના સંચયરૂપ પુદ્દગલો છે; તેથી જીવો પુદ્દગલકરણવાળા છે. તેના અભાવને લીધે ( -પુદ્દગલકરણના અભાવને લીધે ) સિદ્ધોને નિષ્ક્રિયપણું છે ( અર્થાત્ સિદ્ધોને કર્મ-નોકર્મના સંચયરૂપ પુદ્દગલોનો અભાવ હોવાથી તેઓ નિષ્ક્રિય છે. ) પુદ્દગલોને સક્રિયપણાનું બહિરંગ સાધન પરિણામનિષ્પાદક કાળ છે; તેથી પુદ્દગલો કાળકરણવાળા છે. કર્માદિકની માફક ( અર્થાત્ જેમ કર્મ-નોકર્મરૂપ પુદ્દગલોનો અભાવ થાય છે તેમ) કાળનો અભાવ હોતો નથી; તેથી સિદ્ધોની માફક (અર્થાત્ જેમ સિદ્ધોને નિષ્ક્રિયપણું હોય છે તેમ ) પુદ્દગલોને નિષ્ક્રિયપણું હોતું નથી. ૯૮. છે જીવને જે વિષય ઇંદ્રિયગ્રાહ્ય, તે સૌ મૂર્ત છે; બાકી બધુંય અમૂર્ત છે; મન જાણતું તે ઉભય ને. ૯૯. અન્વયાર્થ:- [યે જીતુ] જે પદાર્થો [ નીર્વે: રૂન્દ્રિયગ્રાહ્યા:વિષયા: ] જીવોના ઇંદ્રિયગ્રાહ્ય વિષયો છે [તે મૂર્તા: ભવન્તિ] તેઓ મૂર્ત છે અને [શેષં] બાકીનો પદાર્થસમૂહ [ અમૂર્ત મવતિ] અમૂર્ત છે. [વિત્તભ્] ચિત્ત [૩મયં] તે બંનેને [સમાવવાતિ] ગ્રહણ કરે છે ( –જાણે છે ). ટીકાઃ- આ, મૂર્ત અને અમૂર્તનાં લક્ષણનું કથન છે. * પરિણામનિષ્પાદક=પરિણામનો નિપજાવનારો; પરિણામ નીપજવામાં જે નિમિત્તભૂત (બહિરંગ સાધનભૂત ) છે એવો. Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008296
Book TitlePunchaastikaai Sangrah
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy