________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કાઢીને આખો અનુવાદ બારીકાઈથી તપાસ્યો છે, યથોચિત સલાહ આપી છે અને અનુવાદમાં પડતી નાની મોટી મુશ્કેલીઓનો પોતાના વિશાળ શાસ્ત્રજ્ઞાનથી નિવેડો કરી આપ્યો છે. તેમની સલાહુ મને બહુ ઉપયોગી થઈ છે. બ્ર. ભાઈશ્રી ચંદુલાલભાઈએ આખો અનુવાદ બહુ જ ઝીણવટથી તપાસી ઘણી ઉપયોગી સૂચનાઓ કરી આપી છે, બહુ મહેનત લઈને હસ્તલિખિત પ્રતોના આધારે સંસ્કૃત ટીકા સુધારી આપી છે, અનુક્રમણિકા, ગાથાસૂચી, શુદ્ધિપત્રક વગેરે તૈયાર કર્યા છે, તેમ જ ખૂબ ચોકસાઈથી પૂફ તપાસ્યાં છે- આમ અતિશય પરિશ્રમ ને કાળજીપૂર્વક સર્વતોમુખી સહાય કરી છે. આ રીતે બંનેએ કરેલી હાર્દિક મદદ માટે હું તેમનો અંતઃકરણપૂર્વક આભાર માનું છું. તેમની સહૃદય સહાય વિના આ અનુવાદમાં ઘણી ઊણપો રહી જવા પામત. જે જે ટીકાઓ અને શાસ્ત્રોનો મેં આધાર લીધો છે તે સર્વના કર્તાઓનો પણ હું ઋણી છું.
આ અનુવાદ મેં પંચાસ્તિકાયસંગ્રહુ પ્રત્યેની ભક્તિથી અને ગુરુદેવની પ્રેરણાથી પ્રેરાઈને, નિજકલ્યાણ અર્થે. ભવભયથી ડરતાં ડરતાં કર્યો છે. અનુવાદ કરતાં શાસ્ત્રના મૂળ આશયોમાં કાંઈ ફેરફાર ન થઈ જાય તે માટે મેં મારાથી બનતી તમામ કાળજી રાખી છે. છતાં અલ્પજ્ઞતાને લીધે તેમાં કાંઈ પણ આશ્રયફેર થયો હોય કે ભૂલો રહી ગઈ હોય તો તે માટે હું શાસ્ત્રકાર શ્રી કુંદકુંદાચાર્ય ભગવાન, ટીકાકાર શ્રી અમૃતચંદ્રાચાર્યદેવ, પરમકૃપાળુ શ્રી સદ્ગુરુદેવ અને મુમુક્ષુ વાંચકોની અંતરના ઊંડાણમાંથી ક્ષમા યાચું છું.
જિનેન્દ્રશાસનનું સંક્ષેપથી પ્રતિપાદન કરનારા આ પવિત્ર શાસ્ત્રનો અભ્યાસ કરી તેના આશયોને જો જીવ બરાબર સમજે તો તે અવશ્ય ચાર ગતિના અનંત દુ:ખોનો નાશ કરી નિર્વાણને પામે. તેના આશયોને સમ્યક પ્રકારે સમજવા માટે નીચેની બાબત લક્ષમાં રાખવી ખાસ જરૂરની છેઃ- આ શાસ્ત્રમાં કેટલાંક કથનો સ્વાશ્રિત નિશ્ચયનયનાં છે (–જેઓ સ્વનું પરથી પૃથક્ષણે નિરૂપણ કરે છે, અને કેટલાંક કથનો પરાશ્રિત વ્યવહારનયનાં છે (-જેઓ સ્વનું પર સાથે ભેળસેળપણે નિરૂપણ કરે છે); વળી કેટલાંક કથનો અભિન્નસાધ્યસાધનભાવાશ્રિત નિશ્ચયનયનાં છે અને કેટલાંક ભિન્નસાધ્યસાધનભાવશ્રિત વ્યવહારનયનાં છે. ત્યાં નિશ્ચયકથનોનો તો સીધો જ અર્થ કરવો જોઈએ અને વ્યવહારકથનોને અભૂતાર્થ સમજી તેમનો સાચો આશય શો છે તે તારવવું જોઈએ, જો આમ કરવામાં ન આવે તો વિપરીત સમજણ થવાથી મહા અનર્થ થાય. “પ્રત્યેક દ્રવ્ય સ્વતંત્ર છે. તે પોતાના જ ગુણપર્યાયને અને ઉત્પાદવ્યયધ્રૌવ્યને કરે છે. પરદ્રવ્યને તે ગ્રહી-છોડી શકતું નથી તેમ જ પરદ્રવ્ય તેને ખરેખર કાંઈ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com