________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
લાભનુકસાન કે સહાય કરી શકતું નથી. જીવનો શુદ્ધ પર્યાય સંવર-નિર્જરા-મોક્ષના કારણભૂત છે અને અશુદ્ધ પર્યાય આસ્રવ-બંધના કારણભૂત છે.'- આવા મૂળભૂત સિદ્ધાંતોને ક્યાંય બાધ ન આવે એવી રીતે હંમેશા શાસ્ત્રનાં કથનોનો અર્થ કરવો જોઈએ. વળી આ શાસ્ત્રને વિષે કેટલાક પરમપ્રયોજનભૂત ભાવોનું નિરૂપણ અતિ સંક્ષેપમાં જ કરાયેલું હોવાથી, જો આ શાસ્ત્રના અભ્યાસની પૂર્તિ સમયસાર, નિયમસાર, પ્રવચનસાર વગેરે અન્ય શાસ્ત્રોના અભ્યાસ વડે કરવામાં આવે તો મુમુક્ષુઓને આ શાસ્ત્રના આશયો સમજવામાં વિશેષ સુગમતા થશે. આચાર્યભગવાને સમ્યજ્ઞાનની પ્રસિદ્ધિ અર્થે અને માર્ગની પ્રભાવના અર્થે આ પંચાસ્તિકાયસંગ્રહ શાસ્ત્ર કહ્યું છે. આપણે તેનો અભ્યાસ કરી, સર્વ દ્રવ્યોની સ્વતંત્રતા સમજી, નવ પદાર્થોની યથાર્થ સમજણ કરી, ચૈતન્યગુણમય જીવદ્રવ્યસામાન્યનો આશ્રય કરી, સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન પ્રગટાવી, માર્ગને પ્રાપ્ત કરી, ભવભ્રમણનાં દુઃખોના અંતને પામીએ એ જ ભાવના છે. શ્રી અમૃતચંદ્રાચાર્યદવે પંચાસ્તિકાયસંગ્રહના સમ્યક અવબોધનું ફળ નીચેના શબ્દોમાં વર્ણવ્યું છે:-“જે પુરુષ ખરેખર સમસ્તવસ્તુત્વના કહેનારા આ “પંચાસ્તિકાયસંગ્રહું” ને અર્થતઃ અર્થીપણે જાણીને, એમાં જ કહેલા જીવાસ્તિકાયને વિષે અંતર્ગત રહેલા પોતાને (નિજ આત્માને) સ્વરૂપે અત્યંત વિશુદ્ધ ચૈતન્યસ્વભાવવાળો નિશ્ચિત કરીને, પરસ્પર કાર્યકારણભૂત એવા અનાદિ રાગદ્વેષપરિણામ અને કર્મબંધની પરંપરાથી જેનામાં સ્વરૂપવિકાર આરોપાયેલો છે એવો પોતાને ( નિજ આત્માને) તે કાળે અનુભવાતો અવલોકીને, તે કાળે વિવેકજ્યોતિ પ્રગટ હોવાથી (અર્થાત્ અત્યંત વિશુદ્ધ ચૈતન્યસ્વભાવનું અને વિકારનું ભેદજ્ઞાન તે કાળે જ પ્રગટ વર્તતું હોવાથી) કર્મબંધની પરંપરાને પ્રવર્તાવનારી રાગદ્વેષપરિણતિને છોડ છે, તે પુરુષ, ખરેખર જેને સ્નેહ જીર્ણ થતો જાય છે એવો, જઘન્ય સ્નગુણની સંમુખ વર્તતા પરમાણુની માફક ભાવી બંધથી પરામુખ વર્તતો થકો, પૂર્વ બંધથી છૂટતો થકો, અગ્નિતપ જળની દુઃસ્થિતિ સમાન છે દુઃખ તેનાથી પરિમુક્ત થાય છે.''
હિંમતલાલ જેઠાલાલ શાહ
આસો વદિ ૪, વિ. સં. ૨૦૧૩
Please inform us of any errors on rajesh@AtmaDharma.com