________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સ્પષ્ટતા કરવાની જરૂર જણાઈ ત્યાં કૌંસમાં અથવા “ભાવાર્થ' માં અથવા ફૂટનોટમાં સ્પષ્ટતા કરી છે. તે સ્પષ્ટતા કરવામાં ઘણાં ઘણાં સ્થળોએ શ્રી જયસેનાચાર્યદેવકૃત તાત્પર્યવૃત્તિ અતિશય ઉપયોગી થઈ છે; કેટલીક જગ્યાએ તો તાત્પર્યવૃત્તિના કોઈ કોઈ ભાગનો અક્ષરશઃ અનુવાદ જ
ભાવાર્થ' અથવા ફૂટનોટરૂપે લેવામાં આવ્યો છે. શ્રી હેમરાજજીકૃત બાલાવબોધભાષાટીકાનો આધાર પણ કોઈક સ્થળે લીધો છે. શ્રી પરમશ્રુતપ્રભાવક મંડળ દ્વારા પ્રકાશિત પંચાસ્તિકાયમાં છપાયેલી સંસ્કૃત ટીકાને હસ્તલિખિત પ્રતો સાથે મેળવતાં તેમાં કયાંક અલ્પ અશુદ્ધિઓ રહી ગયેલી જણાઈ તે આમાં સુધારી લેવામાં આવે છે.
આ અનુવાદ કરવાનું મહાભાગ્ય મને પ્રાપ્ત થયું તે મને અતિ હર્ષનું કારણ છે. પરમ પૂજ્ય સદગુરુદેવના આશ્રય તળે આ ગહન શાસ્ત્રનો અનુવાદ થયો છે. અનુવાદ કરવાની સમસ્ત શક્તિ મને પૂષ્પાદ સદ્દગુરુદેવ પાસેથી જ મળી છે. પરમોપકારી સદગુરુદેવના પવિત્ર જીવનના પ્રત્યક્ષ પરિચય વિના અને તેમના આધ્યાત્મિક ઉપદેશ વિના આ પામરને જિનવાણી પ્રત્યે લેશ પણ ભક્તિ કે શ્રદ્ધા કયાથી પ્રગટત, ભગવાન કુદકુંદાચાર્યદેવ અને તેમના શાસ્ત્રોનો લેશ પણ મહિમા કયાંથી આવત અને તે શાસ્ત્રોના અર્થ-ઉકેલની લેશ પણ શક્તિ ક્યાંથી હોત? આ રીતે અનુવાદની સમસ્ત શક્તિનું મૂળ શ્રી સદગુરુદેવ જ હોવાથી ખરેખર તો સદ્દગુરુદેવની અમૃતવાણીનો ધોધ જતેમના દ્વારા મળેલો અણમૂલ ઉપદેશ જયથાકાળે આ અનુવાદરૂપે પરિણમ્યો છે. જેમણે સિંચેલી શક્તિથી અને જેમની હૂંફથી આ ગહન શાસ્ત્રનો અનુવાદ કરવાનું મેં સાહસ ખેડયું હતું અને જેમની કૃપાથી તે નિર્વિને પાર પડયો છે તે પરમ પૂજ્ય પરમોપકારી સદગુરુદેવ (શ્રી કાનજીસ્વામી) ના ચરણારવિંદમાં અતિ ભક્તિભાવે વંદન કરું છું.
પરમ પૂજ્ય બેનશ્રી ચંપાબેન તથા પરમ પૂજ્ય બેન શાન્તાબેન પ્રત્યે પણ, આ અનુવાદની પૂર્ણાહુતિ કરતાં, ઉપકારવશતાની ઉગ્ર લાગણી અનુભવાય છે. જેમનાં પવિત્ર જીવન અને બોધ આ પામરને શ્રી પંચાસ્તિકાયસંગ્રહુ પ્રત્યે, પંચાસ્તિકાયસંગ્રહના માન કર્તા પ્રત્યે અને પંચાસ્તિકાયસંગ્રહમાં ઉપદેશેલા વીતરાગવિજ્ઞાન પ્રત્યે બહુમાનવૃદ્ધિનાં વિશિષ્ટ નિમિત્ત થયાં છે, એવાં તે પરમ પૂજ્ય બેનોનાં ચરણકમળમાં આ હૃદય નમે છે.
આ અનુવાદમાં, માનનીય મુરબ્બી શ્રી વકીલ રામજીભાઈ માણેકચંદ દોશી તથા બાળબ્રહ્મચારી ભાઈશ્રી ચંદુલાલ ખીમચંદ ઝોબાળિયાની હાર્દિક મદદ છે.માનનીય મુરબ્બી શ્રી રામજીભાઈએ પોતાના ભરચક ધાર્મિક વ્યવસાયોમાંથી સમય
Please inform us of any errors on rajesh@AtmaDharma.com