SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] પદ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન [ ૧૨૫ पञ्चानां वर्णपर्यायाणामन्यतमेनैकेनैकदा वर्णो वर्तते। उभयोर्गंधपर्याययोरन्यतरेणैकेनैकदा गंधो वर्तते। चतुर्णां शीतस्निग्धशीतरूक्षोष्णस्निग्धोष्णरूक्षरूपाणां स्पर्शपर्यायद्वंद्वानामन्यतमेनैकेनैकदा स्पर्शो वर्तते। एवमयमुक्तगुणवृत्तिः परमाणु: शब्दस्कंधपरिणतिशक्तिस्वभावात शब्दकारणम्। एकप्रदेशत्वेन शब्दपर्यायपरिणतिवृत्त्यभावादशब्दः। निग्धरूक्षत्वप्रत्ययबंधवशादनेकपरमाण्वेकत्वपरिणतिरूपस्कंधांतरितोऽपि स्वभावमपरित्यजन्नुपात्तसंख्यत्वादेक एव द्रव्यमिति।। ८१।। उवभोजमिंदिएहिं य इंदियकाया मणो य कम्माणि। जं हवदि मुत्तमण्णं तं सव्वं पुग्गलं जाणे।। ८२।। उपभोग्यमिन्द्रियैश्चेन्द्रियकाया मनश्च कर्माणि। यद्भवति मूर्तमन्यत् तत्सर्वं पुद्गलं जानीयात्।। ८२।। એક વખતે કોઈ એક (વર્ણપર્યાય) સહિત વર્ણ વર્તે છે; બે ગંધ પર્યાયોમાંથી એક વખતે કોઈ એક (ગંધપર્યાય) સહિત ગંધ વર્તે છે; શીત-સ્નિગ્ધ, શીત-રૂક્ષ, ઉષ્ણ-સ્નિગ્ધ ને ઉષ્ણ-રૂક્ષ એ ચાર સ્પર્શપર્યાયોનાં જોડકામાંથી એક વખતે કોઈ એક જોડકા સહિત સ્પર્શ વર્તે છે. આ પ્રમાણે જેમાં ગુણોનું વર્તવું (-અસ્તિત્વ) કહેવામાં આવ્યું એવો આ પરમાણુ શબ્દસ્કંધરૂપે પરિણમવાની શક્તિરૂપ સ્વભાવવાળો હોવાથી શબ્દનું કારણ છે; એકપ્રદેશી હોવાને લીધે શબ્દપર્યાયરૂપ પરિણતિ નહિ વર્તતી હોવાથી અશબ્દ છે; અને 1 સ્નિગ્ધ-રૂક્ષત્વના કારણે બંધ થવાને લીધે અનેક પરમાણુઓની એકત્વપરિણતિરૂપ સ્કંધની અંદર રહ્યો હોય તોપણ સ્વભાવને નહિ છોડતો થકો, સંખ્યાને પ્રાપ્ત હોવાથી (અર્થાત્ પરિપૂર્ણ એક તરીકે જુદો ગણતરીમાં આવતો હોવાથી) * એકલો જ દ્રવ્ય છે. ૮૧. ઇંદ્રિય વડે ઉપભોગ્ય, ઇંદ્રિય, કાય, મન ને કર્મ જે, વળી અન્ય જે કંઈ મૂર્ત તે સઘળુંય પુદ્ગલ જાણજે. ૮૨. અન્વયાર્થ- [ન્દ્રિઃ ૩પમોચન ૨] ઇંદ્રિયો વડે ઉપભોગ્ય વિષયો, [ફન્દ્રિયTય:] ઈદ્રિયો, શરીરો, [મન] મન, [વર્માળ] કર્મો [૨] અને [અન્યત્ વત્ ૧. સ્નિગ્ધ-રૂક્ષત્વ=ચીકાશ અને લૂખાશ ૨. અહીં એમ બતાવ્યું છે કે સ્કંધને વિષે પણ પ્રત્યેક પરમાણુ સ્વયં પરિપૂર્ણ છે, સ્વતંત્ર છે, પરની સહાય વિનાનો છે, પોતાથી જ પોતાના ગુણપર્યાયમાં સ્થિત છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008296
Book TitlePunchaastikaai Sangrah
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy